રાજકોટના દંપતીને 45 દિવસ ડીજીટલ એરેસ્ટ કરાયા હોવાની ઘટના સામે આવી છે. સેશન્સ કોર્ટના નિવૃત્ત ક્લાર્ક સાથે સાયબર ફ્રોડ થયો છે. ડ્રગ્સ, મની લોન્ડ્રિંગ કેસની ધમકી આપી એરેસ્ટ કરાયા હતા. ડિજિટલ એરેસ્ટ કરી 88 લાખથી વધુની રકમ પડાવી લીધી છે. ભોગ બનનારે પૈસા ચૂકવવા ગોલ્ડ લોન પણ લીધી હતી. નિવૃત્ત ક્લાર્ક દિનેશ દેલવાડિયાનીએ સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.


રાજકોટના દંપતીને 45 દિવસ ડીજીટલ એરેસ્ટ કરાયા

શહેરમાં સેશન્સ કોર્ટના નિવૃત કલાર્ક અને તેની પત્ની સાથે સાયબર ફ્રોડ થયો છે. દંપતીને આરોપીઓ દ્વારા 45 દિવસ સુધી ડીજીટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા. ડ્રગ્સ અને મની લોન્ડ્રિંગના કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપવામાં આવી હતી. આરોપીઓએ 88 લાખથી વધુની રકમ બળજબરી પૂર્વક પડાવી લેવામાં આવી છે. ભોગ બનનારે આરોપીઓને પૈસા ચૂકવવા ગોલ્ડ લોન પણ લીધી હોવાનું સામે આવ્યું છે.

ડ્રગ્સ, મની લોન્ડ્રિંગ કેસની ધમકી આપી 88 લાખ પડાવ્યા

આ મામલે સાયબર પોલીસ સ્ટેશન રાજકોટ ખાતે નિવૃત કલાર્ક દિનેશ દેલવાડિયા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. દિવસે ને દિવસે રાજ્યમાં ડીજીટલ એરેસ્ટ કેસમાં વધારો થતો જાય છે. તેવામાં રાજકોટમાં ડીજીટલ એરેસ્ટ કેસ સામે આવ્યો છે. જેમાં સેશન્સ કોર્ટના નિવૃત કલાર્ક અને તેની પત્નીને 45 દિવસ ડીજીટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા. આરોપીએ દંપતિ પાસેથી 88 લાખથી વધુની રકમ પડાવી લીધી છે.


  • Follow us on: