રાજકોટ સહીત રાજયભરમાં દારૂની હેરાફેરી ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલ રીતસરની ધોંસ બોલાવી રહી છે.વાંકાનેરમાં રાજસ્થાનથી આવેલ રૂ.55.74 લાખનો વિદેશી દારૂનો જથ્થો સહિત કુલ રૂ.80.86 લાખના મુદામાલ સાથે ટ્રક ચાલકની ધરપકડ કરી હતી.બાદ શહેરના કુવાડવા રોડ પર આવેલા RK ઔદ્યોગિક વિસ્તારમાં રામદેવ પ્લોટ નંબર 5 ખાતે ગોડાઉનમાં દરોડો પાડી 70 લાખથી વધુનો દારૂનો જથ્થો ઝડપી કુલ રૂ.1 કરોડથી વધુનો મુદામાલ કબજે લઈ જંગલેશ્વરના કુખ્યાત બુટલેગર સહિત પાંચ આરોપીની શોધખોળ આદરી હતી.પડધરી પોલીસ લાઈન પાછળ આવેલ નદીકાંઠાના રસ્તે કટિંગ ટાળે જ રેડ કરી દારૂની 3804 બોટલો સાથે બે આરોપીને દબોચી કુલ રૂ.20 લાખનો મુદામાલ કબજે લઈ ચાર આરોપીની શોધખોળ આદરી હતી.


કુલ 20 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો 

સ્ટેટ મોનીટરીંગ સેલના પીઆઈ એમ.કે.માલવિયા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો.ત્યારે પડધરી પોલીસ લાઈન પાછળ નદીકાંઠાના રસ્તા પર દારૂનું કટિંગ થઈ રહ્યું છે. જે બાતમી આધારે ટીમે મોડી રાતે દરોડો પાડતા નાસભાગ મચી થઈ હતી.પોલીસે રાજકોટ ભગવતીપરાના બાવાસા વાસિનશા પઠાણ અને મોવિયાના સચિન શાંતિલાલ પરમારની ધરપકડ કરી રૂ.9.97 લાખનો દારૂ. 10 લાખનું વાહન, નાના-મોટા ડુંગળીના 95 કરા, બે ફોન સહિત રૂ.20.19 લાખનો મુદામાલ કબજે કર્યો છે.જયારે અંધારાનો લાભ લઈ નાશી છુટેલા ઈરફાનકાદરી, લાલભાઈ પરમાર, આઈસર ચાલક, દારૂ મોકલનાર સહિત ચારની શોધખોળ આદરી છે.બે દિવસમાં સ્ટેટ મોનિટરીંગ સેલે વાંકાનેર,રાજકોટ અને પડધરીમાં દરોડો પાડતા સ્થાનિક પોલીસ ઉંથતી ઝડપાઈ છે.

કઠ્ઠા દુર કરતા હતા ત્યારે જ SMC ત્રાટકી

SMCના દરોડામાં ઝડપાયેલા બે શખસો પૈકીના ડ્રાઈવર તરીકે કામ કરતા ભગવતીપરાના બાવાસાને એક ટ્રીપના 20 હજાર ઈરફાન આપવાનો હતો.ગત.તા.16ના રૂ5 હજાર રોકડ આપી તેને સાપુતારા મોકલ્યો હતો. ત્યા હોટલમાં રોકાયો હતો બાદમાં તેને ઈરફાનનો ફોન આવ્યો અને આઈસર લઈને રાજકોટ તરફ આવ તેમ કહ્યું હતું.બાદ તેને તરઘડી અને ત્યાંથી રામપરના પાટીયા તરફ જવાનું કહ્યું હતું.મોવિયાના સચિન શાંતિલાલ પરમારે પોલીસ સમક્ષ આપેલી કબુલાતમાં સચિન દારૂ ઉતારવાનું કામ કરતો હતો તેને ઈરફાને ફોન કરીને દારૂ ઉતારવાના કામ માટે રૂ.5 હજાર રૂપિયા આપવા કહ્યું હતું.માલ કયા ઉતારવો તે જગ્યા લાલાએ નક્કી કરી હતી.ઈરફાને ફોન કરતા પોતે ટૂંકમાં બેસી ગયો હતો.પરંતુ ડુંગળીના કઠ્ઠા દુર કરતા હતા ત્યારે જ SMC ત્રાટકી હતી.

આ પણ વાંચોઃ Gujarat Weather: ગઈકાલે રાજ્યના 8 તાલુકાઓમાં વરસાદ નોંધાયો, બફારા વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી



  • Follow us on: