રાજ્યમાં એક તરફ અસહ્ય ગરમી અને અસહ્ય ભેજને કારણે ભારે ઉકળાટ યથાવત છે.બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ સુધી વરસાદી માહોલ રહેવાની મહત્વની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાની પ્રબળ શક્યતા છે.આ દિવસો દરમિયાન પવનની ગતિમાં પણ સારો એવો વધારો જોવા મળશે.જેને પગલે દરિયા કિનારે ભારે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને સાવચેતીના ભાગરૂપે દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે.


વરસાદી ઝાપટાં પડતાં વાતાવરણમાં આંશિક ઠંડક

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગઈકાલે સવારે 6 વાગ્યાથી લઈને સાંજે 4 વાગ્યા સુધીમાં કુલ 8 તાલુકાઓમાં મેઘમહેર થઈ હતી. લાંબા સમયના ઉકળાટ બાદ વરસાદી ઝાપટાં પડતાં વાતાવરણમાં આંશિક ઠંડક પ્રસરી હતી.પરંતુ ભેજનું પ્રમાણ વધુ હોવાથી હજુ પણ લોકોને બફારાનો સામનો કરવો પડી રહ્યો છે.આ બદલાયેલા હવામાનને કારણે ખેડૂતો અને સામાન્ય જનતામાં ક્યાંક રાહત તો ક્યાંક ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

રાજ્યમાં નોંધાયેલા વરસાદના આંકડા

વરસાદના આંકડાની વાત કરીએ તો, અમરેલી જિલ્લામાં ગઈકાલે બપોરે 2થી સાંજના 6 વાગ્યા સુધીના માત્ર 4 કલાકમાં જ દોઢ ઈંચ વરસાદ ખાબક્યો હતો.જ્યારે બાબરા તાલુકામાં પણ 1 ઈંચ વરસાદ નોંધાયો હતો.આ ઉપરાંત, સુરેન્દ્રનગરના સાયલામાં પણ ધોધમાર 1.5 ઈંચ વરસાદ પડ્યો હતો.જ્યારે અન્ય 5 તાલુકાઓમાં 1 ઈંચ સુધીનો નોંધપાત્ર વરસાદ નોંધાયો છે.બીજી તરફ વાવ-થરાદ, વિંછીયા અને દેત્રોજ જેવા પંથકોમાં પણ હળવા વરસાદી ઝાપટાં પડ્યા હોવાના અહેવાલ છે.

આ પણ વાંચોઃ Gujarat News: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં યોગ કર્યા


  • Follow us on: