સુરતના ભાગાતળાવના મકબુલ ડોકટર સહિતના આરોપીઓને ત્યાં EDના દરોડા પડયા છે, રૂપિયા 100 કરોડના USDT કૌભાંડના કેસમાં EDના દરોડા પડયા છે, આ કેસનો મુખ્ય આરોપી મકબુલ ડોકટર જેઓ શહેરના ભાગળતળાવમાં રહે છે, EDની એક ટીમ સુરત ઉપરાંત અમદાવાદમાં પણ દરોડા પાડયા છે.
સેવિંગ એકાઉન્ટ લઈ કરતા ઠગાઈ
સાયબર ફ્રોડમાં વિદેશમાં ગયેલી જંગી રકમનો સોર્સ અને ચેનલ શોધી કાઢવા માટે અને તે ઉપરાંત લાભકર્તાઓને પકડવાના ઈરાદે સમગ્ર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ લોકોને મહિને રૂપિયા 10 થી 12 હજાર આપી તેમના સેવિંગ્સ-એકાઉન્ટ લઈ ઠગાઈ કરતા હતા. તથા પોલીસ અને તપાસ એજન્સીઓના નામે ડિજિટલ એરેસ્ટ, નકલી સમન્સ-કોલ કરી ઠગાઈ કરતા હતા.
પહેલા SOG પોલીસે તપાસ કરી તો હવે EDએ તપાસ શરૂ કરી
લોકોના બેંક એકાઉન્ટ ભાડે રાખીને મહિને ૧૦થી ૧૨ હજાર આપવાની લાલચ આપીને ૧૦૦ કરોડથી વધુનું સાઇબર ફોડ કરવામાં આવ્યું હતું. તેમાં સંડોવાયેલા સામે એસઓજીએ કાર્યવાહી કરીને પાંચથી વધુ લોકોની ધરપકડ કરી હતી. તેમાં હવાલા અને આંગડિયા મારફતે નાણાં દેશ-વિદેશમાં મોકલવામાં આવ્યા હોવાનું બહાર આવતા ઈડીને પણ તેનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. તે આધારે ઇડીએ આજે મકબૂલ ડોક્ટર સહિતનાઓને ત્યાં તપાસ શરૂ કરવામાં આવી છે.
USDT ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ કરી પાછી દુબઈ મોકલવામાં આવતી હતી
આ પ્રકરણમાં મકબૂલ અબ્દુલ રહેમાન ડોક્ટર, કાસીફ મકબુલ ડોક્ટર, અબ્દુલ રહીમ નાડા, બસ્સામ મકબૂલ ડોક્ટર, મુતુર્ઝા ફારુક શેખ, મહેશ મફતલાલ દેસાઈ સહિતનાઓની ધરપકડ કરવામાં આવી હતી. SOGએ ૧૦૦ કરોડના બેનામી વ્યવહાર શોધી કાઢ્યા. આ કૌભાંડમાં SOGએ મકબૂલ અને તેના પુત્ર સહિત ૩ને પકડી પાડી ૧૦૦ હવાલા, ઓનલાઈન સાયબર ફોડ, ચાઈનીઝ ગેમ અને ક્રિકેટના સટ્ટા સહિતની બેનંબરી કમાણીની કરોડોની રકમ દુબઈ હવાલા મારફતે સુરત આંગડિયામાં મોકલી તેને USDT ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ કરી પાછી દુબઈ મોકલવામાં આવતી હતી.