સુરતમાં વરસાદી કહેર યથાવત્ છે. અહીં ઠેર-ઠેર પાણી ભરાયા છે. વાહનોના સ્થાને હોડીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તંત્રની બેદરકારીના કારણે રસ્તા પર પાણી ભરાયા છે. અને રહીશોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. રહેણાંક વિસ્તારમાં ખાડીના ગંદા પાણીએ સામ્રાજ્ય બનાવ્યુ છે. જેના કારણે બીમારી વધવાની શક્યતા વધી ગઇ છે. બજારોમાં પાણી ભરાયા દુકાન માલિકો પરેશાન થયા છે.
દુકાન માલિકોનો તંત્ર સામે રોષ













