સુરતના પાંડેસરામાં 6 વર્ષના બાળકનું અપહરણ કરવાની ઘટના સામે આવી છે. અપહરણનો આરોપી નજીકમાં જ રહેતો હતો. આરોપી બાળકને યુપી લઈ જવાનો હતો. પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો. પોલીસે બાળકને બચાવી પરિવારને સહીસલામત સોંપી દીધુ છે. આરોપીએ પાણીપુરી ખવડાવવા બહાને બાળકનું અપહરણ કર્યું હતું.
પાંડેસરામાં 6 વર્ષના બાળકનું અપહરણ













