સુરતમાં બાળકી સાથે દુષ્કર્મ કરનાર આરોપી ઝડપાયો છે. આરોપી રવિશંકર ઠાકુરની ઉત્તરપ્રદેશમાંથી ધરપકડ કરવામાં આવી છે. બાળકી અને આરોપી સુરતમાં છૂટક મજૂરી કરતા હતા. રેલવે સ્ટેશને મજૂરી કરતા એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. મિત્રતાનો ફાયદો ઉઠાવી આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું. રાત્રિ દરમિયાન ઝાડી ઝાંખરામાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. રેલવે પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી.
સુરતમાં બાળકી સાથે દુષ્કર્મ કરનાર આરોપી ઝડપાયો













