સ્વચ્છતા સર્વેક્ષણમાં અગ્રેસર રહેતા સુરતની બદસુરત સ્થિતિ સામે આવી છે. શહેરના ઓલપાડની કુડસદ GIDCમાં નર્કાગાર જેવી સ્થિતિનું સર્જન થયું છે. ગટર અને કેમિકલના પાણીનો નિકાલ નહીં થતાં લોકો અકળાયા છે. આ વિસ્તારમાં કેટલાક બેનરો લાગ્યાં છે. જેમાં લખ્યું છે GPCB અને સ્થાનિક પ્રશાસન દ્વારા સંચાલિત નર્કની ગલીમાં આપનું સ્વાગત છે. આવો કાળા કેમિકલયુક્ત ગરમ પાણીનો અનુભવ કરો.
નર્કની ગલીમાં આપનું સ્વાગત છે
સુરત શહેરના ઓલપાડમાં કુડસદ GIDCમાં ઔદ્યોગિક એકમો બેરોકટોક ગંદુ પાણી છોડે છે. જેનો ક્યારેય નિકાલ આવતો નથી. રસ્તા પર પણ આવા પાણી ફરી વળતાં સ્થાનિક લોકો અકળાયા હતાં. આ વિસ્તારમાં નર્કાગાર જેવી સ્થિતિ સર્જાતા કેટલાક બેનરો લાગ્યા હતાં. જેમાં લખ્યું છે કે, GPCB અને સ્થાનિક પ્રશાસન દ્વારા સંચાલિત નર્કની ગલીમાં આપનું સ્વાગત છે. આવો કાળા કેમિકલયુક્ત ગરમ પાણીનો અનુભવ કરો. આ પ્રકારના બેનરો લગાવી લોકોએ વિરોધ કર્યો છે.













