સુરત શહેર પાંડેસરા પોલીસે 18 કિલો ગાંજો સાથે 7 આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી 2 લાખથી વધુનો મુદામાલ કબ્જે કર્યા છે. આરોપીઓ ઓરિસ્સાથી ટ્રેન મારફતે સુરત ખાતે ગાંજો લાવ્યા હતા. આરોપીઓ ઉધના રેલવે સ્ટેશનથી પાંડેસરા ખાતે ઓટો રિક્ષામાં ગાંજાની ડીલેવરી કરવા જઈ રહ્યા હતા. પાંડેસરા પોલીસે જલારામ નગર પાસેથી આરોપીઓને મુદ્દા માલ સાથે પકડી પાડ્યા છે.
પાંડેસરા પોલીસે 18 કિલો ગાંજો સાથે 7 આરોપીની ધરપકડ કરી













