સુરતમાં રત્ન કલાકાર સહાય માટેની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. સુરતમાં 55,000થી વધુ રત્ન કલાકારોએ ફોર્મ ભર્યા છે. સહાય યોજનામાં ફોર્મ ભરવાની સમયમર્યાદા પૂર્ણ થઈ છે. રત્ન કલાકારોએ બાળકની ફી સહાય માટે ભર્યા ફોર્મ છે. 55000 રત્ન કલાકારોએ 300 સ્કૂલમાં 65,000 ફોર્મ ભર્યા છે. રત્ન કલાકારોએ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં ફોર્મ જમા કરાવ્યા છે. તમામ ફોર્મ સુરત ડાયમંડ એસોસિએશનમાં મોકલાશે.


 રત્ન કલાકાર સહાય માટેની પ્રક્રિયા પૂર્ણ 

શહેરમાં રત્ન કલાકારોને સહાય યોજનાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. રત્ન કલાકારોને વિદ્યાર્થી દીઠ 13,500 ફી સહાયની સરકારની જાહેરાત કરી છે. હવે રત્ન કલાકારની નોકરી, કંપની વિશે તપાસ કરાશે. ભલામણ પત્રો માટે તમામ ફોર્મ સુરત ડાયમંડ એસોસિએશનમાં મોકલવામાં આવશે. હવે ફોર્મ મુજબ રત્ન કલાકારની નોકરી છૂટી ગઈ, કર્મચારી કંપનીના હતા કે નહીં તે અંગે તપાસ કરાશે.

રત્ન કલાકારોને વિદ્યાર્થી દીઠ 13,500 ફી સહાય

સુરતના ડાયમંડ ઉદ્યોગમાં મંદીના કારણે રત્ન કલાકારો બેરોજગાર બન્યા હતો. સુરત શહેરમાં લાખો રત્ન કલાકારો વસવાટ કરે છે. તેમની પરિસ્થિતિને જોઈને સરકારે બેરોજગાર રત્ન કલાકારના બાળકો માટે સ્કૂલ ફી સહાયની યોજનાની જાહેરાત કરી હતી. જેમાં હાવે સહાય યોજનામાં ફોર્મ ભરવાની સમયમર્યાદા પૂર્ણ થઈ છે.


  • Follow us on: