સુરત મહાનગરપાલિકામાંથી ભ્રષ્ટાચારનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.જેમાં ઉધના ઝોન ઓફિસમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ ઇજનેર જીજ્ઞેશ નટવરલાલ મોદી એન્ટી કરપ્શન બ્યુરોના હાથે બીજી વાર લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા છે.અગાઉ વર્ષ 2021 માં પણ તેઓ લાંચના કેસમાં પકડાઈ ચૂક્યા હોવા છતાં તેમણે ફરી એકવાર ભ્રષ્ટાચાર આચરતા ચકચાર મચી ગઈ છે.
જીજ્ઞેશ મોદીએ 50 હજારની લાંચની માંગણી કરી
મળતી માહિતી મુજબ એક ફરિયાદીએ સુરતના ઉધના ઝોન વિસ્તારમાં પાણીની લાઇન નાખવાનું સરકારી કામ કર્યું હતું.આ કામ પૂર્ણ થયા બાદ તેના બિલના નાણાં મંજૂર કરવાના બદલામાં આસિસ્ટન્ટ એન્જિનિયર જીજ્ઞેશ મોદીએ 50 હજારની લાંચની માંગણી કરી હતી.જોકે,ફરિયાદી સાથે લાંબી રકઝક અને વાટાઘાટો થયા બાદ આખરે લાંચની રકમ 45 હજાર નક્કી કરવામાં આવી હતી.













