સુરતમાં સાયબર કૌભાંડનો પર્દાફાશ થયો. સાયબર પોલીસે કુલ 16.65 કરોડની છેતરપિંડી કરનાર લોકોને ઝડપી પાડ્યા. સાયબર પોલીસે સાયબર ફ્રોડ કરતી 2 ટોળકીને ઝડપી પાડી. આ 2 ટોળકીમાં આઠ આરોપીઓની વધુ પૂછપરછ માટે પાંચ દિવસના રિમાન્ડ માંગ્યા જે મંજૂર કરાયા છે. સાયબર ફ્રોડની તપાસમાં પોલીસને કેટલાક નાણાંકીય વ્યવહારો પર શંકા જતા તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં મોટો સાયબર કૌભાંડનો પર્દાફાશ થયો જેમાં કુલ 16.65 કરોડના વ્યવહારો પોલીસને મળ્યા.


સાયબર પોલીસે ફ્રોડ કરનાર 2 ઠગ ટોળકી ઝડપી

શહેરના સાયબર પોલીસે ફ્રોડ આચરતી 2 ઠગ ટોળકી ઝડપી. સાયબર ફ્રોડ કરનાર ઠગ ટોળકીએ સુરતમાં કતારગામમાં અને સરથાણામાં મોટાપાયે કૌભાંડ કર્યું હોવાનું સામે આવ્યું. કતારગામમાં ઠગ ટોળકીએ 25 બેંક ખાતામાં ગેરરીતી આચરી હતી. આ બેંક ખાતામાં રુ.3.35 કરોડથી વધુના વ્યવહાર મળ્યા. જયારે સરથાણાના આરોપીઓ પાસેથી 18 બેંક ખાતા મળ્યા. જેમાં અત્યાર સુધીમાં કુલ રૂપિયા 16.56 કરોડના વ્યવહારો મળી આવ્યા. બંને સ્થળેથી પોલીસે કુલ 8 આરોપીઓને ઝડપી પાડ્યા. ઠગ ટોળકીના આરોપીઓ સામાન્ય લોકોને લોભાવણી લાલચો આપી બેંકમાં નવા બેંક એકાઉન્ટો ખોલાવતા હોવાનું તપાસમાં ખુલ્યું. તેમની ઇન્સ્ટન્ટ કીટો મેળવી સાયબર ક્રાઇમના ગુન્હા આચરતા તેમના મળતીયાઓને મોકલાવી આપતા હતા.

સાયબર ફ્રોડ સામે પોલીસ એકશનમાં

પોલીસને આશંકા છે કે ઠગ ટોળકી દ્વારા વધુ મોટા વ્યવહારો કરાયા હોઈ શકે. એટલે જ પોલીસે વધુ પૂછપરછ માટે 5 દિવસના રિમાન્ડ માંગ્યા. નોંધનીય છે કે  બે દિવસ પહેલા જ શહેરમાં ગુજરાત સાયબર ક્રાઇમ યુનિટ દ્વારા કુલ ₹800 કરોડથી વધુની રકમની છેતરપિંડીના રેકેટનો પર્દાફાશ થયો હતો. આ કૌભાંડમાં સાયબર પોલીસે કુલ 10 આરોપીઓની ધરપકડ કરી હતી. અને ફરી એક વખત સાયબર ફ્રોડ દ્વારા કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર 2 ઠગ ટોળકીને પકડવામાં પોલીસને સફળતા મળી. પોલીસ ઓનલાઈન ફ્રોડને લઈને સતર્ક છે ત્યારે પ્રતિદિન વધતા સાયબર ફ્રોડના વધતા કિસ્સા લોકોની જાગૃકતા સામે સવાલ ઉઠાવે છે.

  • Follow us on: