સુરતમાં વોર્ડ નંબર બે ના આમ આદમી પાર્ટીના કોર્પોરેટર રાજેશ મોરડિયાને પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ અગાઉ પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવાયા હતાં. હવે રાજેશ મોરડિયા સામે અપ્રમાણસર મિલકત બદલ ACBમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રાજેશ મોરડિયા પાસેથી 29.78 લાખની અપ્રમાણસર મિલકત મળી આવી છે. તેમણે બતાવેલી આવક કરતા 68.50 ટકા વધુ મિલકત મળી આવી છે.
ACBમાં ગુનો દાખલ કરવામાં આવ્યો
પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતમાં વોર્ડ નંબર બે ના આમ આદમી પાર્ટીના કોર્પોરેટર રાજેશ મોરડિયાને ત્રણેક વર્ષ અગાઉ પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ અગાઉ પક્ષે તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા હતાં. હવે તેમની સામે આવક કરતાં વધુ મિલકત હોવાનું સામે આવ્યું છે. તેમની પર કારકિર્દી દરમિયાન ભ્રષ્ટાચાર કરીને આવક ઉભી કરી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેમની સામે અપ્રમાણસર મિલકત હોવાનો ACBમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.













