સુરતમાં શહીદ જવાનના પરિવારને 21 લાખની સહાય ચૂકવવામાં આવી છે. સુરતના બિલ્ડર વિજય ભરવાડે 21 લાખ રૂપિયા શહિદના પરિવારને આપ્યા છે. શહીદ જવાનના બાળકો માટે તેમણે સહાય જાહેર કરી છે. જમ્મ કાશ્મીરમાં ઓપરેશન મહાદેવ દરમિયાન જવાન શહીદ થયા હતા. આ શહીદ જવાનના દીકરાને બિલ્ડરે 21 લાખ રૂપિયાની મદદ કરી હતી.
સુરતના બિલ્ડર વિજય ભરવાડનું હૃદય કંપી ગયું
જમ્મુ કાશ્મીરમાં આતંકીઓના સફાયા માટે દેશની સુરક્ષાબળોએ ઓપરેશન મહાદેવ શરૂ કર્યું હતું. જેમાં અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ધામેલ દામના સપૂત અને ભારતીય સેનાના જવાન મેહૂલ ભૂવા ફરજ દરમિયાન શહીદ થયા હતાં. ગત 20 સપ્ટેમ્બરે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. આ દરમિયાન તેમના પત્ની અને દીકરાની આંખમાં આંસુ જોઈને સુરતના બિલ્ડર વિજય ભરવાડનું હૃદય કંપી ગયું હતું.













