સુરતના કતારગામ વિસ્તારમાં અમરોલી ચેકપોસ્ટ પાસે થયેલા હત્યાના આરોપીઓ ઝડપાયા છે, કતારગામ પોલીસે ગણતરીના કલાકોમાં જ બે બાળકિશોર સહિત ત્રણ આરોપીઓની ઝડપી પાડ્યા છે, પકડાયેલ આરોપી સુરજસિંગ મૃતકના ગાડીને ઓવરટેક કરી ઝઘડો કર્યો હતો અને ત્યારે જ આરોપી બાળ કિશોરે મૃતક અલ્પેશ ચૌહાણના ઉપર ચાકુથી હુમલો કરી તેની હત્યા કરી હતી અને પોલીસ તપાસમાં હત્યા પાછળનું મુખ્ય કારણ મૃતક અને આરોપીઓ વચ્ચેની અંગત અદાવત સામે આવી છે.


સુરતમાં મિત્રોએ જ મિત્ર હત્યા કરી હોવાનું સામે આવ્યું છે

શહેરના કતારગામ ચેકપોસ્ટ પાસે બે બાળ કિશોર સહિત ત્રણ લોકોએ એક 21 વર્ષીય યુવકની સર જાહેરમાં હત્યા કરી ફરાર થઈ ગયા હતા જોકે કતારગામ પોલીસે ગણતરીના કલાકોમાં જ બે બાળકિશોર સહિત ત્રણ આરોપીઓની ઝડપી પાડ્યા છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છેકે, હત્યા પાછળનું મુખ્ય કારણ મૃતક અને આરોપીઓ વચ્ચેની અંગત અદાવત હતી જેથી હત્યા કર્યા હોવાનું સામે આવ્યું છે.

સુરતમાં દિવસે દિવસે હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે

હત્યા કરનાર લોકોને પોલીસનો કોઈ પણ પ્રકારનો ડર ના હોય તે રીતે રાત હોય કે દિવસ ગમે તે સમયે હત્યાના બનાવો બની રહ્યા છે ત્યારે શહેરના કતારગામ વિસ્તારમાં આવેલા અમરોલી ચેકપોસ્ટ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં મિત્રોએ જ મિત્રની હત્યા કરી નાખ્યા હોવાનું સામે આવ્યું છે. જ્યાં 21 વર્ષીય અલ્પેશ ચૌહાણ નામના યુવકની ચાકુથી હત્યા કરી હોવાનું સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. સમગ્ર મામલે કતારગામ પોલીસે તાત્કાલિક બનાસ સ્થળે પહોંચી હત્યાનો ગુનો નોંધી અલગ અલગ ટીમો બનાવી તપાસ કરતા પોલીસે ગણતરીના કલાકોમાં જ બે બાળકિશોર સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે.

આરોપીએ બાઈકને ઓવરટેક કરીને ધક્કો માર્યો હતો

આ બનાવમાં મૃતક અલ્પેશ તેમના મિત્ર સાથે બપોરના સમય દરમિયાન કપડાની ખરીદી કરવા માટે અમરોલીથી લિંબાયત ટુ-વ્હીલર ઉપર નીકળ્યા હતા તે દરમિયાન અમરોલીથી કતારગામ તરફ આવતા જુના જકાતનાકા પાસેથી પસાર થતા હતા ત્યાર જ પકડાયલ આરોપીઓ મૃતક અલ્પેશ ચૌહાણના બાઈકને ઓવરટેક કરીને ધક્કો માર્યો હતો. જેમાં કાયદાના સંઘર્ષમા આવેલ બાળકિશોર અને સુરજ ઉર્ફે છોટા માલીયા સાથે અગાઉ ઝઘડો થયેલ તેની અદાવત રાખી ઝઘડો કર્યો હતો અને બાળકિશોરે પોતાની પાસે રાખેલી ચપ્પુ વડે અલ્પેશ ચૌહાણને જમણા હાથના ભાગે તથા જમણી બગલના ભાગે તથા પેટમા નાભીના નિચેના ભાગે જીવલેણ ઇજા પહોંચાડી હત્યા કરી ફરાર થઈ ગયા હતા. પોલીસ તપાસમાં હત્યા પાછળનું મુખ્ય કારણ મૃતક અને આરોપીઓ વચ્ચેની અંગત અદાવત સામે આવી છે. હાલ ત્રણેની પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

  • Follow us on: