સુરતના ઉધના વિસ્તારમાં ડબલ મર્ડર ઘટના સામે આવી છે, ઉધના વિસ્તારના પટેલ નગરમાં બનેવીએ સાળા અને સાળીની હત્યા કરી છે અને બનાવની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો, હત્યા પાછળનું કારણ આરોપી પોતાની સાળી જોડે લગ્ન કરવા માંગતો હતો જે વાતને લઈ ઘરમાં થયો હતો ઝઘડો અને અંતે થઈ હત્યા, આ બનાવમાં સાસુને પણ ઇજા પોંહચી હતી તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.


સુરતના ઉધનામાં બની ડબલ મર્ડરની ઘટના

ઉધના પટેલનગરમાં બુધવારે મોડી રાત્રે જમ બનેલ બનેવીએ પત્નીના ભાઇ અને તેની નાની બહેનની ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી. સગા બનેવી જ સાળા અને સાળીની થાતકી હત્યા કરી હોવાની વાતે આતંક સાથે આધાતનો માહોલ જોવા મળ્યો હતો. ઉત્તર પ્રદેશનાં પ્રયાગરાજથી નિશ્ચય તેની બહેન મમતા અને માતા સાથે લગ્નની ખરીદી માટે સુરત આવ્યો હતો. ડિસેમ્બરમાં આ યુવકનાં લગ્ન હતા, પરંતુ જેના લગ્ન હતા તે અને તેની નાની બહેનની સગા બનેવી જ હવસની આગમાં હત્યા કરી નાંખતાં પરિવારમાં મોતનું માતમ છવાઈ ગયું હતું. ઘટનાની જાણ થતાં જ ઇન્સપેક્ટર એસ.એન. દેસાઈ અને ડી.સી.પી. કાનન દેસાઈ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

હત્યારાએ આરોપીને પેટના ભાગે છરી મારી હત્યા કરી નાખી

મામલાની ગંભીરતાને પગલે સ્પેશિયલ પોલીસ કમિશનર વાબાંગ જમીર પણ ત્યાં દોડી આવ્યા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે હત્યારો સંદિપ ધનશ્યામ ગૌર (ઉ.વ. ૩૪) પત્ની વર્ષા અને ત્રણ સંતાનો સાથે પટેલ નગરમાં રહે છે. ચોથીએ સાસુ શકુંતલાબેન, સાળો નિશ્ચય અશોક કશ્યપ (ઉ.વ. ૩૦) અને સાળી મમતા (ઉ.વ. ૨૫) સાથે સુરત આવ્યા હતા. મોડી રાત્રે સંદિપ બેશમ બન્યો હતો અને મમતા સાથે લગ્ન કરવા માંગતો હોવાનું જણાવી તેની છેડતી કરતાં મામલો ઉગ્ર બન્યો હતો. મોટી બહેન સાથે જેના લગ્ન થયા હતા છતાં નિર્લજજતા સાથે તેની જ નાની બહેન સાથે લગ્ન કરવાની વાત કરતાં બનેવીને ઠપકો આપવા જતાં સંદિપે ચપ્પુ કાઢ્યું હતું અને નિશ્ચયનાં પેટમાં ઉપરા છાપરી ચારેક થા ઝીંકી દીધા હતા.

આરોપીને પોલીસે રેલવે સ્ટેશનથી ઝડપી પાડયો હતો

ભાઈને બચાવવા નાની બહેન મમતા વચ્ચે પડતાં તેની ઉપર પણ સંદિપ હેવાન બની તૂટી પડતાં બંને ભાઈ-બહેન ત્યાં જ પડયા હતા. ભાગી રહેલાં સંદિપને પકડવાની કોશિશમાં શકુંતલાબેનને પણ ચપ્પુ હુલાવી દીધું હતું. ત્રણને ચપ્પુ માર્યાની ઘટનાની પગલે પરિવારમાં હોબાળો મચી ગયો હતો. ઉતાવળે સ્થાનિકોએ એમ્બ્યુલન્સ મારફત ત્રણેયને હોસ્પિટલમાં મોકલ્યા હતા, પરંતુ નિશ્ચય અને તેની બહેન મમતાને પેટમાં એટલી ઉંડાઈથી ઘા મારવામાં આવ્યા હતા કે હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ ભાઈ-બહેનનું પ્રાણપંખેરું ઉડી ગયું હતુ.


  • Follow us on: