સુરતમાં ઘોડદોડ રોડ સ્થિત સંકલ્પ સોસાયટીમાં લૂંટ કરનારા આરોપીઓ 10 વર્ષે પોલીસના હાથે ઝડપાયા છે. બંને આરોપીઓએ એક મહિલા અને તેના પુત્રને છરી બતાવી લૂંટ કરી હતી. પોલીસે બંને આરોપીઓને મધ્યપ્રદેશના સુરદાહામાંથી ઝડપી પાડ્યા છે.


 60 હજાર તથા એક મોબાઇલ ફોનની લૂંટ કરી

સુરતમાં ઘોડદોડ રોડ સ્થિત ના પરીમલ સંકુલ સંકલ્પ સોસાયટીના બંગલામાં આરોપીઓએ વર્ષ 2015માં લૂંટ કરી હતી. બંને આરોપીઓ એક મહિલા તથા તેના દિકરાને છરી બતાવી રૂપીયા 50થી 60 હજાર તથા એક મોબાઇલ ફોનની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. છેલ્લા 10 વર્ષથી નાસતા ફરતા આ આરોપીઓને પકડવા પોલીસ તપાસ કરી રહી હતી.

મધ્ય પ્રદેશના સુરદાહામાંથી આરોપીઓ ઝડપાયા

સુરત પીસીબી પોલીસને આરોપીઓ મધ્યપ્રદેશના પન્ના જીલ્લાના સુરદાહા ગામમાં હોવાની બાતમી મળી હતી. આ બાતમીને આધારે પોલીસે આરોપી નિલેશ પટેલ અને કિર્તુ પટેલને ઝડપી પાડ્યા છે. બંને આરોપીઓની ધરપકડ કરીને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચોઃ Vadodara ના હરણી સ્થિત ગોલ્ડન ચોકડી પાસે ગેસ પાઇપલાઇન તૂટી, માઇક્રો ટનલિંગની કામગીરીમાં મોટી બેદરકારી


  • Follow us on: