ગુજરાતમાં અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે. સુરતના ખટોદરામાં અકસ્માત થતાં એક બ્લોગરનું મોત નિપજ્યું છે. બાઈકના સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમા બ્લોગરનું ધડ અને માથુ અલગ થઈ ગયા હતાં. પાટીદાર પરિવારના એકના એક દીકરા 18 વર્ષિય બાઇકચાલક પ્રિન્સ પટેલનું મોત થતાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.


સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માતનું અનુમાન

પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતના ખટોદરામાં પાટીદાર પરિવારના એકના એક દીકરા 18 વર્ષિય પ્રિન્સ પટેલ એક બ્લોગર છે. તે પોતાની બાઈક પર ફૂલ સ્પીડે જઈ રહ્યો હતો. આ દરમિયાન યુનિવર્સિટીથી ગ્રેટ લાઇનર બ્રિજ ઉતરતા તેણે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો. જેના કારણે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં યુવકનું ધડ અને માથુ અલગ થઈ ગયા હતાં.

મૃતક યુવકનો એક જૂનો વીડિયો સામે આવ્યો

આ ઘટનાને લઈને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઘટના સ્થળએ અકસ્માત કેવી રીતે સર્જાયો તેની વધુ તપાસ હાથ ધરી હતી. ટ્રાફિક ACPનું કહેવું છે કે, બાઈક ચાલક યુવકે હેલ્મેટ નહીં પહેર્યું હોવાથી તેનું મોત થયું છે. અકસ્માત ના સર્જાય તે માટે અવેર કરી રહ્યાં છીએ. લોકોએ ટૂ વ્હીલર પર જતી વખતે હેલ્મેટ પહેરવાનું રાખવું જોઇએ. બીજી તરફ આ યુવકનો એક જૂનો વીડિયો સામે આવ્યો છે. જેમાં તે 125 કરતાં પણ વધુ સ્પીડમાં બાઈક ચલાવતો જોવા મળી રહ્યો છે.


આ પણ વાંચોઃ Gandhinagar News : ગાંધીનગરમાં બેફામ દોડતા ડમ્પરે લીધો યુવકનો ભોગ, અકસ્માત સર્જી ડમ્પર ચાલક ફરાર


  • Follow us on: