સુરત શહેરમાં વેડ રોડ પર સ્થિત પટેલ ઈન્ડસ્ટ્રીઝમાં એક લુમ્સના કારખાનામાં આગ લાગવાનો બનાવ બન્યો છે. ભષણ આગ લાગતાં આસપાસના વિસ્તારમાં અફરા તફરી મચી જવા પામી હતી. સમગ્ર ઘટના અંગે જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગને કાબુમાં લેવા ભારે જહેમત ઉઠાવી હતી. ફાયર સ્ટેશનની 10 ગાડીઓ આગ બુઝાવવા માટે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.


લુમ્સના કારખાનામાં પહેલા માળે આગ

સુરતના વેડ રોડ પર સ્થિત પટેલ ઈન્ડસ્ટ્રીઝમાં એક લુમ્સના કારખાનામાં આગ લાગતાં આસપાસના લોકોમાં ભય ફેલાયો હતો. આગના ધુમાડાના ગોટે ગોટા ઉડતા જોવા મળ્યા હતાં. સમગ્ર ઘટનાને લઈને ફાયર વિભાગી 10 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબુમાં લેવા પ્રયાસો કર્યા હતાં. ફાયરના જવાનોએ આ લુમ્સના કારખાનામાં ત્રીજા માળે ફસાયેલા એક યુવકનું રેસ્ક્યૂ કરીને બચાવી લીધો હતો.

ફાયર બ્રિગેડે આગ બુઝાવવાનો કર્યો પ્રયાસ

ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત ઉઠાવીને ઝડપથી આગ પર કાબુ મેળવ્યો હતો. ફાયરના જવાનોએ આગ બુઝાવવા માટે ઓક્સિજન માસ્ક પહેરવા પડ્યા હતાં. કારખાનાના ત્રીજા માળે સુતેલા એક માણસને બચાવવા માટે દીલધડક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું હતું. આગને કારણે આ યુવકને ગૂંગળામણ થઈ હતી. ફાયરના જવાનઓ ત્રીજા માળેથી યુવકનું સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કર્યું હતું. આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન છે.


આ પણ વાંચોઃ Vadodara ના હરણી સ્થિત ગોલ્ડન ચોકડી પાસે ગેસ પાઇપલાઇન તૂટી, માઇક્રો ટનલિંગની કામગીરીમાં મોટી બેદરકારી



  • Follow us on: