સુરતમાં 3 વર્ષના પુત્રને લઈ માતાએ કૂદીને આપઘાત કર્યો છે, ત્યારે આપઘાત પાછળનું કારણ અકબંધ છે, મહત્વનું છે કે, પતિ સાથે ઝઘડો થતા પત્નીએ આપઘાત કર્યો હોઈ શકે છે, આ કેસમાં પોલીસને કોઈ સ્યુસાઈડ નોટ પણ મળી નથી, અલથાણા પોલીસે સમગ્ર કેસમાં ગુનો નોંધીને મૃતદેહને પીએમ માટે ખસેડયો છે.
સુરતમાં 3 વર્ષના પુત્ર સાથે માતાનો આપઘાત
અલથાણના માર્તન્ડ હિલ્સમાં રહેતા પરિવારના બે સભ્યોએ આપઘાત કર્યો છે, 13 માળેથી કૂદી આપઘાત કરતા ચકચાર મચી છે, પત્નીએ પુત્રને લઈ આપઘાત કર્યો છે, પતિ લુમ્સનું કારખાનું ચલાવે છે અને અચાનક પત્ની અને પુત્રએ આપઘાત કરી લેતા શોકનું મોજું ફરી વળ્યું છે, પૂજા પટેલ 6 માળે રહેતી હતી અને 13માં માળેથી રહસ્યમય રીતે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે, મૃતદેહને પીએમ માટે ખસેડાયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે.













