સુરતમાં ગુરુના નામને કલંક લગાવતો કિસ્સો સામે આવ્યો છે. એક શિક્ષકની દાનત બગડી અને ભૂતપૂર્વ વિદ્યાર્થીને બદનામ કરી દીધી. ભૂતપૂર્વ વિદ્યાર્થીની શિક્ષકની વાતો ના માનતા હેરાન કરવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો. આ શિક્ષકે ભૂતપૂર્વ વિદ્યાર્થીનીની તસવીરો સાથે છેડછાડ કરી સોશિયલ મીડિયામાં બદનામ કરી. આ વાત જયારે આ વિદ્યાર્થીની અને તેના પરિવારના ધ્યાનમાં આવતા તેમણે શિક્ષક સામે પોલીસ ફરિયાદ નોંધાવી.


શિક્ષક બન્યો શેતાન, ભૂતપૂર્વ વિદ્યાર્થીનીને કરી હેરાન

સુરત સાયબર ક્રાઇમ પોલીસે વિદ્યાર્થીની અને તેના પરિવારની ફરિયાદના આધારે શિક્ષક ભાવેશ પટેલની ધરપકડ કરી. પોલીસે કાળા કરતૂત કરનાર નરાધમ શિક્ષકની પકડી કસ્ટડીમાં લીધો. વિદ્યાર્થીઓને સંસ્કાર અને ગુણનું સિંચન કરનાર શિક્ષક અસંસ્કારી નીકળ્યો. ભાવેશ પટેલ નામનો પાખંડી શિક્ષક સુરતના કતારગામ વિસ્તારમાં રહે છે. વર્ષોથી તે આ વિસ્તારમાં ટયુશન કલાસ ચલાવે છે. તેના ટયુશન કલાસમાં મોટાભાગે 8 થી ધોરણ 10ના વિદ્યાર્થીઓ આવે છે.

ધોરણ10ની વિદ્યાર્થીનીને શિક્ષકે હેરાન કરી

દરમિયાન થોડા વર્ષ પહેલા એક ધોરણ 10 માં સારા અભ્યાસ માટે આ શિક્ષકના ટ્યુશન ક્લાસમાં એડમિશન લીધું હતું. અભ્યાસ સમયે શિક્ષક દ્વારા આ વિદ્યાર્થીનીને વારંવાર હેરાનગતિ કરાતી હતી. પરંતુ વિદ્યાર્થીની ડરના માર્યા પરિવારને કંઈ કહી શકી નહી. શિક્ષકની દાનત આ વિદ્યાર્થીની પર ખરાબ થતા તેના નામનું ફેક એકાઉન્ટ બનાવી મોર્ફ કરેલા ફોટો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યા. તેમજ વિદ્યાર્થીનીના પરિવારના સભ્યો સાથે એક whatsapp ગ્રુપ બનાવી મહિલાના મોર્ફ કરેલા ફોટા પણ પરિવારના સભ્યોને મોકલ્યા હતા. ટ્યુશન ક્લાસમાં જ આવતી વિદ્યાર્થીનીને હેરાન પરેશાન કરવા શિક્ષકે ફેક એકાઉન્ટ ભાવેશે બનાવ્યું હતું.

શિક્ષકની કરતૂતોથી પરેશાન થઈ પરિવારની ફરિયાદ

શિક્ષક ભાવેશની કરતૂતોથી પરેશાન થઈ વિદ્યાર્થીનીના પરિવારના સભ્યોએ સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. આ વિદ્યાર્થીની અત્યારે 23 વર્ષની થઈ ગઈ છે. પરંતુ શિક્ષક દ્વારા કરાતી હેરાનગતિના કારણે તેને બહુ માનસિક ત્રાસ વેઠવો પડયો. તે આજે હવે અન્ય લોકો પર વિશ્વાસ કરતા ડર અનુભવે છે. પરિવારના સાથથી આ વિદ્યાર્થીનીને શિક્ષકના કરતૂતનો ભાંડો ફોડવાની હિમંત આવી અને તેને પાઠ ભણાવવા આખરે પોલીસમાં ફરિયાદ કરી. પોલીસે શિક્ષક ભાવેશ પટેલની ધરપકડ કરી. આગામી દિવસોમાં કોર્ટમાં ગુરુના નામને લાંછન લગાડનાર શિક્ષક સામે વધુ કડક કાર્યવાહી થશે.


આ પણ વાંચો :  Gandhinagar News : ગુજરાતના ગ્રામ્ય વિસ્તારના વિકાસકાર્યોને વેગ આપવા રાજય સરકારે 15માં નાણા પંચના બીજા હપ્તા હેઠળ રૂ. 741.90 કરોડની ફાળવણી કરી

  • Follow us on: