સુરતના વરાછામાં 11મા માળેથી કૂદી 17 વર્ષના કિશોરએ આપઘાત કર્યો છે, કિશોરે આપઘાત પહેલા વીડિયો બનાવ્યો હતો અને વીડિયોમાં માતા-પિતાને કારમાં બેસાડવાનો ઉલ્લેખ કર્યો હતો, તો વીડિયોમાં માતા-પિતાનું નામ ખરાબ કર્યાનો પણ ઉલ્લેખ કર્યો હોવાની વાત સામે આવી છે, ઉત્રાણ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મોટા વરાછામાં 17 વર્ષીય કિશોરનો આપઘાત
સુરતના વરાછામાં નવનિર્મિત ધ એન્ટેલિયા બિલ્ડિંગના 11 માળેથી કૂદી 17 વર્ષીય કિશોરે આપઘાત કરી લીધો છે, કિશોરે મરતા પહેલા એક વીડિયો બનાવ્યો હતો જેમાં તેણે ઉલ્લેખ કર્યો છે કે, મારા માતા-પિતાને કારમાં બેસડાવાનું મારૂ સપનું અધુરૂ રહ્યું છે, અને સાથે સાથે મે મારા માતા-પિતાનું પણ નામ ખરાબ કર્યુ છે અને તેણે વીડિયો બનાવી આપઘાત કરી લીધો છે, ઉત્રાણ પોલીસે વીડિયો લઇ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.
આપઘાત કરવાનું મુખ્ય કારણ ભવિષ્યનો ભય છે
ખોટું કર્યું તેની જાણ અન્યને થશે તેનો મોટો ડર હોય છે. શાળા-કોલેજોમાં બાળકો એકલતા અનુભવે છે. મને નોકરી નહીં મળે તો ? લગ્ન માટે વર કે કન્યા ન મળે ત્યારે યુવાધનને અસ્વીકાર્યતાનો ભય મોટો હોય છે. ભવિષ્ય માટે આવી ચિંતા માનસિક સ્ટ્રેસ ઊભો કરે છે. મોટેભાગે અશાંત અને અપરાધી માનસિકતા ડ્રગ્સ અને ગુનાખોરી તરફ્ વાળે છે. જ્યારે સરળ અને મહેનતું યુવાનો છેતરાય છે અથવા કોઈ ષડ્યંત્રનો ભોગ બને કે તેને નિષ્ફળતા મળે ત્યારે તે આત્મહત્યાનો માર્ગ પસંદ કરે છે.