ગુજરાતમાં ગુનેગારોને જેલ ભેગા કરવા માટે પોલીસ એક્શનમાં છે. આ દરમિયાન પાસા હેઠળ જેલમાં રહેતા આરોપીએ બહાર આવીને ફરીથી હત્યાને અંજામ આપતા ચકચાર મચી જવા પામી છે. શહેરના પાંડેસરાના વડોદ ગામના યુવકની આરોપીએ હત્યા કરતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. આરોપી સામે ગેંગવોરમાં પાસા હેઠળ કાર્યવાહી થઈ હતી. જેણે બહાર આવીને ફરીથી હત્યાને અંજામ આપ્યો હતો.
પાંડેસરાના વડોદ ગામના યુવકની હત્યા કરી
પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતના પાંડેસરામાં ગેંગવોરમાં એક આરોપીને પાસા હેઠળ જેલમાં ધેકલાવામાં આવ્યો હતો. આ આરોપીએ બહાર આવીને પાંડેસરાના વડોદ ગામના સંદીપસિંગ નામના યુવકની હત્યા કરી નાંખી હતી. એક દિવસ પહેલા જ પાસામાંથી છૂટીને બહાર આવેલા અવધેશ કહાનીએ સાગરીતો સાથે મળીને વડોદ ગામના યુવકની હત્યા કરી નાંખી હતી. આવા ગુનેગારોને કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.













