સુરતમાં પોલીસની ઝડપી કામગીરી સામે આવી. પોલીસે મહિલાની હત્યાના ગુનામાં ગણતરીના દિવસમાં જ ગુનાનો ભેદ ઉકેલ્યો. મહિલાની હત્યા મામલે પોલીસ તપાસમાં ચોંકાવનારી હકીકત સામે આવી. મહિલાનો હત્યારો કોણ છે તેનું રહસ્ય ખુલતા પરિવાર માથે આભ તૂટી પડ્યું. માંડવી નગરમાં રહેતી મહિલાની હત્યાની ઘટના બે દિવસ પહેલા સામે આવી હતી. બંધ ઘરમાં મહિલાની લાશ મળી આવી હતી. મહિલાની ક્રૂર રીતે હત્યા મામલે પોલીસ સઘન તપાસ હાથ ધરતા ગુનેગારના કારનામાનો પર્દાફાશ થયો.


પોલીસે મહિલાની હત્યાનો ભેદ ઉકેલ્યો

માંડવીમાં મહિલાની હત્યા પાછળ કોઈ અસમાજિક તત્ત્વો કે પછી પૈસા મામલે કોઈ અન્ય શખ્સે હત્યા નથી કરી. મહિલાનો હત્યારો બીજો કોઈ નહીં પરંતુ તેનો પતિ જ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. માંડવી નગરમાં એક બંધ ઘરમાંથી મૃત મહિલા નો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ મળી આવવાની ઘટનામાં માંડવી પોલીસે ભેદ ઉકેલ કાઢ્યો હતો. ઘટના ના બે દિવસ બાદ ઘરમાંથી દુર્ગંધ આવતા સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. જેથી માંડવી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી મહિલાના મૃતદેહ નો કબજો લઈ મૃત્યુદેહ પીએમ અર્થે મોકલી આપ્યો હતો. મૃતક મહિલા સુમિત્રા બેન દિનેશ ભાઈ ડામોર હોવાનું સામે આવ્યું હતું.

મહિલાના પતિએ જ હત્યા કરી હોવાનું ખુલ્યું

બંધ ઘરમાંથી મળી આવેલ મહિલાના મૃતદેહ બાબતે માંડવી પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હતી. અને તપાસ દરમિયાન માંડવી નગરના માછીવાડ ફળિયામાં રહેતા દિનેશભાઈ વેલજીભાઈ ડામોર ની પત્ની સુમિત્રાબેનના મૃતદેહ નીકળ્યો હતો. આ દિનેશભાઈ ડામોર મૂળ મહીસાગર જિલ્લાના અને માંડવી ખાતે એસટી વિભાગમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા હતા. પોલીસે દિનેશભાઈ ની જ કડકાઈથી પૂછપરછ શરૂ કરતા મહિલાનું આકસ્મિક મૃત્યુ નહીં પરંતુ હત્યા કરાઈ હોવાનું ખુદ પતિ દિનેશભાઈ ડામોર જ કબુલાત કરી હતી.

  • Follow us on: