સુરતમાં રેશનિંગની દુકાનના સંચાલકે સરકાર સાથે ઠગાઇ કરી હોવાની વાત સામે આવી છે, સુરતના ઉધનામાં પુરવઠા વિભાગની રેડમાં પર્દાફાશ થયો છે જેમાં દુકાન સંચાલક અને કર્મચારીએ સરકાર સાથે 7 લાખની છેતરપિંડી કરી હતી અને પુરવઠાની રેડમાં સંચાલક કેનેડા હોવાનું બહાર આવ્યું છે, કર્મચારીએ સંચાલકની નકલી ફિંગર પ્રિન્ટ બનાવી હતી અને નકલી ફિંગર પ્રિન્ટના આધારે લોગ ઇન થઇ અનાજ વેચતો હતો.


પુરવઠા વિભાગે પાંડેસરા પોલીસ મથકે નોંધાવી ફરિયાદ

ઉધનામાં સરકારી અનાજની દુકાન સંચાલકે સરકાર સાથે 7 લાખની ઠગાઈ કરી હોવાની વાત સામે આવી છે, સંચાલકના અંગુઠાની નકલી છાપનો ઉપયોગ કરીને તોલાટ પોલ લોગીન કરતો અને પુરવઠા વિભાગે દરોડા પાડી સમગ્ર કાંડનો પર્દાફાશ કર્યો છે, પુરવઠા વિભાગની તપાસમાં સામે આવ્યુ કે દુકાનનો સંચાલક તો કેનેડા છે અને દુકાનમાં રહેલ વ્યકિત કહી રહ્યો છે કે લકવો હોવાથી તે ઘરે બેઠા બેઠા કામ કરે છે, સમગ્ર મામલે પુરવઠા વિભાગે પાંડેસરા પોલીસ મથકે નોંધાવી ફરિયાદ.

પરવાનેદારના જમણા અંગૂઠાની ડુપ્લિકેટ છાપ બનાવવામાં આવી હતી

ઉધનામાં યુ-૫૧ નંબરની સરકારી દુકાનનો પરવાનેદાર દુકાનનો હવાલો તોલાટને સોંપી બે મહિના પહેલાં કેનેડા ઉપડી ગયો હોવાનું જિલ્લા પુરવઠા અધિકારીની તપાસમાં બહાર આવ્યું છે. પરવાનેદારની ગેરહાજરીમાં સરકારી અનાજના જથ્થાનું વિતરણ કરવા કૂપન કાઢવા માટે પરવાનેદારના જમણા અંગૂઠાની ડુપ્લિકેટ છાપ બનાવવામાં આવી હતી. આ સાથે જ ઘઉં, ચોખા, ખાંડ, તુવેરદાળના જથ્થાની ઊલટતપાસમાં વધઘટ સામે આવી હતી. ડુપ્લિકેટ અંગૂઠાની છાપ સહિતની ગેરરીતિ સામે આવતા ઉધના મામલતદારે પાંડેસરા પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.

 

  • Follow us on: