સુરતમાં એક ચોંકાવનારી ઘટના બહાર આવી છે, જ્યાં નોકરી છૂટી જતાં રત્ન કલાકારે અફિણનો વેપાર કરવાનો શરુ કરી દીધો હતો. જો કે ગેરકાયદેસર ધંધો કરનારો રત્ન કલાકાર પોલીસની ગિરફ્તમાં આવી ગયો હતો.


પોલીસે અફીણ સાથે ઝડપ્યો 

સુરતમાં રત્ન કલાકાર અફીણનો વેપારી બન્યો છે. તેણે નોકરી છૂટી જતા અફીણનો વેપાર શરૂ કર્યો હતો. સુરત પોલીસે આ રત્ન કલાકાર 50 વર્ષીય ભેરારામ બિશ્નોઇને ઝડપી લીધો હતો. ભેરારામ વરાછામાં અફીણ વેચવા ફરી રહ્યો હતો ત્યારે બાતમીના આધારે પોલીસે અફીણ સાથે ઝડપ્યો હતો અને રૂ.53,400ની કિંમતનું 178 ગ્રામ અફીણ જપ્ત કર્યુ હતું

હીરાના કારખાનામાં નોકરી કરતો હતો

પુણા પોલીસે ભેરારામને ઝડપી લીધા બાદ તેની પૂછપરછ કરતાં અગાઇ તે હીરાના કારખાનામાં નોકરી કરતો હોવાનું બહાર આવ્યું હતું અને હીરામાં નોકરી છૂટી જતા અફીણ વેચાણનો ધંધો શરૂ કર્યો હતો જેમાં તેને પૈસા મળવા લાગ્યા હતા.

અફીણ વેચવા ઉભો હતો ત્યારે તેને ઝડપી લેવામાં આવ્યો

ભેરારામ વરાછામાં અફીણ વેચવા ફરી રહ્યો હતો ત્યારે જ પોલીસે બાતમી ના આધારે ભેરારામ ને પકડી પાડ્યો હતો. તે વરાછા વિસ્તારમાં ગીતાનગર સોસાયટીના નાકે અફીણ વેચવા ઉભો હતો ત્યારે તેને ઝડપી લેવામાં આવ્યો હતો. આ મામલે એક વ્યક્તિને વોન્ટેડ જાહેર કરાયો છે.

  • Follow us on: