આજથી એટલે કે 27 ઓગસ્ટથી ભારત પર 50 ટકા ટેરિફ લાગુ થઇ ગયો છે.50 ટકા ટેરિફને કારણે અમેરિકામાં વેચાતી ભારતીય પ્રોડક્ટો મોંઘી થશે. આ ટેરિફની અસર સુરતના ડાયમંડ ઉદ્યોગ પર પડી છે. ટેરિફના કારણે ડાયમંડ ઉદ્યોગ પર સંકટના વાદળો છવાયા છે. નાના રત્ન કલાકારોમાં બેરોજગારીનું સંકટ ઉભુ થયું છે. રત્ન કલાકારોમાં નેગેટીવ ઈફેક્ટ ઊભી થશે તેવું હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા આગેવાનોનું કહેવું છે.


બેરોજગારી ટાળવા સરકાર દ્વારા મહત્વપૂર્ણ પગલાની જરૂર

પ્રાપ્ત વિગતો પ્રમાણે આજથી અમેરિકાએ લગાવેલા 50 ટકા ટેરિફનો અમલ થવાનું શરૂ થઈ ગયું છે. આ ટેરિફને કારણે સુરતના હીરા ઉદ્યોગ પર મોટી અસર વર્તાશે. નાના રત્ન કલાકારોમાં બેરોજગારીનું સંકટ ઉભુ થશે. આ અંગે ડાયમંડ વર્કર યુનિયનના પ્રમુખ ભાવેશ ટાંકે કહ્યું હતું કે, અમેરિકાનો ટેરિફ વધતાં 25 લાખ રત્ન કલાકારોને અસર થશે.જેથી સરકારે વૈકલ્પિક બજાર તૈયાર કરવું પડશે. બેરોજગારી ટાળવા સરકાર દ્વારા મહત્વપૂર્ણ પગલાની જરૂર છે.

આ ટેરિફના કારણે હીરા ઉદ્યોગમાં ચિંતાનો માહોલ

આ ઉપરાંત હીરા ઉદ્યોગકાર દિનેશ નાવડિયાનું કહેવું છે કે, આ ટેરિફના કારણે હીરા ઉદ્યોગમાં ચિંતાનો માહોલ છે. રોજગારી પર અસર થવાથી રત્નકલાકારોમાં નેગેટિવ ઈફેક્ટ ઉભી થશે. 50 ટકા ટેરિફ સાથે ફરી નવો વેપાર કરવો પડશે. સુરતમાં 100માંથી 92 હીરાનું મેન્યુફ્રેક્ચરિંગ થાય છે. સુરતના હીરા ઉદ્યોગને ટેરિફના કારણે સીધી અસર વર્તાશે.જેથી સરકાર દ્વારા મહત્વપૂર્ણ પગલા લેવાય તે જરૂરી છે.


  • Follow us on: