સુરતમાં ફરી રફતારના રાક્ષસનો આતંક સામે આવ્યો છે જેમાં કારચાલકે 2થી 3 લોકોને અડફેટે લીધા છે, ડીંડોલીના સાંઈ પોઈન્ટ પર કારચાલક બેફામ બન્યો હતો અને તેણે અકસ્માત સર્જયો હોવાની વાત સામે આવી છે, આ અકસ્માતમાં બાળકને અને વૃદ્ધને ગંભીર ઈજા પહોંચ્તા તેમને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.


ડીંડોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી

સુરતના ડિંડોલી વિસ્તારમાં અકસ્માતની ઘટના બની છે, જેમાં ડીંડોલીના સાંઈ પોઇન્ટ પર બેફામ કારચાલકે 2 થી 3 લોકોને અડફેટે લીધા છે, જેમાં એક બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે, ડીંડોલી પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથધરી છે, કારચાલક હજી પોલીસની પકડમાં આવ્યો નથી, પોલીસે ઈજાગ્રસ્તોની સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.

અકસ્માત પર ક્યારે લાગશે બ્રેક ?

હાલ અકસ્માતોની સંખ્યા વધી રહી છે. ત્યારે આ બેફામ વાહનો પર બ્રેક મારવી જરુરી છે. ડમ્પર, ટ્રક, બસ વગેરે જેવા મોટા વાહનો પોતાની મરજી મુજબ વાહનો ચલાવે છે. અને ટ્રાફીક નિયમોને જાણે ઘોળીને પી ગયા હોય તેમ લાગી રહ્યુ છે. તેવામાં આ પ્રકારના અકસ્માતોનો ભોગ નિર્દોષ વ્યક્તિઓ કે પરિવાર બનતા હોય છે. ત્યારે આ અંગે કડક કાયદા બનાવવામાં આવે તે જરુરી છે. 

  • Follow us on: