સુરતના સચિનના જ્વેલર્સમાં સાત જુલાઈના રોજ લૂંટ મર્ડરની ઘટના બની હતી. આ કેસમાં ભાગતા ફરતા 3માંથી 2 આરોપીને પોલીસે બિહારથી ઝડપી પડ્યા છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે 7 જુલાઈના રોજ સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યા વિથ લૂંટની ઘટના બની હતી. આ ઘટના સમયે દિપક પાસવાન 1 લૂંટારૂ ઝડપાયો હતો. દિપક કડોદરામાં રહેતો હતો તે બનાવના એક મહિના પહેલા આ વિસ્તારથી વાકેફ હતો. દીપકે તમામ માહિતી બિહારના હાજીપૂરથી પોતાના સાગરીતને બોલાવ્યા હતા. ત્યારબાદ તેમને સાથે રાખી ઘટનાને અંજામ આપ્યો હતો.


સચિન વિસ્તારમાં જ્વેલ્સમાં લૂંટ વિથ હત્યા મામલો 

સુરત પોલીસની 3 ટીમ બિહાર ગઈ હતી. સંજય ચંદ્રદેવ અને અવિનાશ નામના 2 ઇસમોને ઝડપી પાડ્યા છે. બંને પોલીસથી બચવા અલગ અલગ જગ્યા પર ભાગતા ફરતા હતા. અવિનાશ ઉપરાંત 3 ઈસમો મોટી રકમની લૂંટ, હથિયાર સાથે લૂંટ જેવા ગુણ દાખલ છે. ચંદ્રદેવ પર બિહારમાં 5, દિપક પર 7 અને વોન્ટેડ પિન્ટુ પાસવાન સામે 6 ગુના દાખલ થયા છે. આ બે આરોપી પાસેથી 10 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. લૂંટ બાદ આરોપીઓએ નક્કી કર્યું હતું કે સ્ટેશનથી જે ટ્રેન મળે તેમા બેસી જવું અને ત્યારબાદ વતન ભાગી જવું. ટ્રેનમાં ટીકીટ વગર બેસવાના કારણે તેમને દંડ થયો છે. પકડાયેલા આરોપી દિપક પોલીસને પહેલા અલગ અલગ નામ આપતો હતો. ત્યારબાદ તેની કડકાઇથી પૂછપરછ કરતા જે નામ સામે આવ્યું તેને કનફર્મ કરાવ્યું. આરોપીઓ પોલીસથી બચવા પોતાના સંબંધી તેમજ અલગ અલગ મિત્રોના ઘરે રહેતા હતા.

બે આરોપીને બિહારથી ઝડપી લેવામાં આવ્યા 

પોલીસે માહિતીના આધારે બિહાર પોલીસની મદદથી લોકેશનના ઘર કોર્ડન કરી બને આરોપીને ઝડપી પાડ્યા છે. દિપક ઘટનાનો માસ્ટર માઈન્ડ છે તેને અલગ અલગ જેલમાં આ ઈસમો સાથે સંપર્ક થયો અને ત્યારબાદ ગેંગ બનાવી લૂંટ કરવા આવ્યા હતા. આરોપી બે ગન હથિયાર લઈને આવ્યા હતા. એ ઘટના સમયે 4 રાઉન્ડ ફાયરિંગ થયું હતું. વોન્ટેડ આરોપી પિન્ટુ ખૂબ શાંતિર છે, આરોપીઓ રીઢા આરોપી હોવાથી તેઓ પોતાનો મોબાઈલ બિહાર મૂકીને આવ્યા હતા. આરોપીઓએ ગુજરાતમાં કોઈ મોબાઈલ ઉપયોગ કર્યો ન હતો. 300 કેમેરાની મદદથી આરોપીઓનું પગેરું મેળવવામાં પોલીસને સફળતા મળી છે. આ તમામ ઈસમો અલગ અલગ ગેંગના છે અને તેઓ અલગ અલગ ગેંગના લોકો સાથે મળીને લૂંટના ગુનાઓ આચરે છે.


  • Follow us on: