સુરેન્દ્રનગરના સાયલામાં કારને આંતરી અંગત અદાવતમાં યુવાનની હત્યા કરાઈ છે, ઇશ્વરીયા ગામે રહેતા રણછોડભાઇ ધાંધળની હત્યા કરવામાં આવી છે, વિજય રૂડાતાલા, ઉધરેજ ખોડા સહીત 6 સામે ફરિયાદ નોંધાઈ છે, આરોપીઓએ કાર આંતરી હુમલો કરી હત્યા કર્યાનો આરોપ મૃતકના પરિજનો દ્વારા કરવામાં આવ્યો છે.


ઘાયલ થયેલા રણછોડભાઇનું સારવાર દરમિયાન મોત

સમગ્ર ઘટનામાં સાયલા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અને ઘાયલ થયેલા રણછોડભાઈનું સારવાર દરમિયાન મોત થયું છે, સમગ્ર ઘટનામાં પોલીસે આરોપીને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે, મૃતકને માર મારતા તેમને સારવાર હેઠળ હોસ્પિટલ લઈ ગયા પણ તે પહેલા જ તેમનું મોત થયું હોવાની વાત સામે આવી છે, પરિજનોએ આક્ષેપ કર્યો છે કે અંગત અદાવત રાખીને હત્યા કરાઈ છે અને મૃતક એકલા હતા તે દરમિયાન તેમની હત્યા કરાઈ છે.

પોલીસે નોંધ્યો હત્યાનો ગુનો

ઘટનાની જાણ થતાની સાથે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, આરોપીઓ હત્યા કરીને કઈ દિશામાં ભાગ્યા તે દિશામાં પોલીસે સીસીટીવી તપાસ કર્યા છે અને આરોપીના મિત્રોની અને પરિજનોની પૂછપરછ કરી છે, સમગ્ર ઘટનામાં મૃતદેહને પીએમ માટે મોકલ્યો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, મૃતકના પરિજનોનું કહેવું છે કે અમારા ઘરના મોભીને જલદીથી ન્યાય મળે અને આરોપી પોલીસ જલદીથી શોધે.

  • Follow us on: