વડોદરાના આજવા રોડ પર બેસતા વર્ષની સવારે જ યુવકની હત્યાનો બનાવ બનતા ચકચાર મચી ગઇ છે. અદાવતમાં કેટલાક તત્વોએ યુવકની હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે.
જૂની અદાવતમાં હત્યા થઇ હોવાની આશંકા
મળેલી માહિતી પ્રમાણે શહેરના આજવા રોડ પર રહેતા અક્ષય સોલંકી નામના યુવકની હત્યા થઇ છે. આજવા રોડ પર નારાયણધામ સોસાયટી ખાતે આ બનાવ બન્યો છે. જૂની અદાવતમાં હત્યા થઇ હોવાની આશંકા વ્યક્ત કરાઇ છે. સમગ્ર મામલે પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.













