વડોદરામાં નબીરાએ નશાની હાલતમાં લોકો પર કાર ચઢાવી છે અને કાર ચઢાવી દેતા 4 વર્ષિય બાળકનું મોત થયું છે, નશાની હાલતમાં બેફામ કાર ચલાવી લોકોને કચડ્યા છે અને મૃતકની માતા અને ગર્ભવતી ફોઇ ઇજાગ્રસ્ત થયા છે, નશેડી નીતિન જાની ભાગવા જતા લોકોએ ઝડપ્યો છે અને કારમાંથી દારૂ અને બિયરની બોટલો મળી આવી છે.
રોષે ભરાયેલા લોકોએ કારમાં તોડફોડ કરી
વડોદરામાં અક્ષર ચોક સર્કલ વિસ્તારની ઘટના છે જેમાં વધુ એક વાર તહેવાર અગાઉ ડ્રિન્ક એન્ડ ડ્રાઇવની ઘટના બની છે, ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ બાદ અકસ્માતમાં ચાર વર્ષીય બાળકનું મોત થયું છે, ચાર વર્ષીય બાળકનું સ્થળ પર જ મોત થયું છે, અને ફૂટપાથ પર સુઈ રહેલા 3 લોકો પર નશાની હાલતમાં કાર ચઢાવી દીધી હતી, નશેડી માંજલપુરનો રહેવાસી છે અને અકસ્માત બાદ ભાગવા જતા લોકોએ ઝડપી પાડ્યો છે, રોષે ભરાયેલા લોકોએ કારની તોડફોડ કરી છે.













