વડોદરા જિલ્લાના પાદરા શહેરમાં એક સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવાના ગુનામાં ફરાર આરોપીને પાદરા પોલીસે મધ્યપ્રદેશના ઉજ્જૈનથી ઝડપી પાડ્યો છે. આ આરોપી ભરૂચ જિલ્લાનો રહેવાસી છે અને પોલીસની ત્વરિત કાર્યવાહીના કારણે તે વધુ દૂર જઈ શક્યો ન હતો. આરોપી અક્ષય પરમાર જે મંજોલા ભરૂચનો છે તેણે પાદરા શહેરમાં એક 16 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હતો.
સગીરા સાથે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું
આ ઘટનાની જાણ થતાં સગીરાના પરિવારે તાત્કાલિક પાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તરત જ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી હતી. પોલીસે તકનીકી સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આરોપીના લોકેશનને ટ્રેક કર્યું હતું. પોલીસને ગુપ્ત માહિતી મળી હતી કે આરોપી મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લાના સાવેર ગામમાં છુપાયેલો છે.













