વડોદરામાં ગણેશ પ્રતિમા પર ઇંડા ફેકવાના મુદ્દે શહેર પોલીસ ગુનેગારોમાં ડર પેદા થાય તે રીતે ત્વરીત કાર્યવાહી કરી રહી છે જેથી આવા તત્વો કોઇની લાગણી ના દુભાય તેવા કૃત્યો ના કરે. આ મામલે પોલીસ એક પછી એક આરોપીઓને ઝડપી રહી છે. આજે શહેર પોલીસે મુખ્ય આરોપી જુનેદની માતા સાદિકા સિંધીની ધરપકડ કરી હતી
સાદિકા મુખ્ય આરોપી જુનેદ સિંધીની માતા
વડોદરામાં શ્રીજીની પ્રતિમા પર ઇંડા ફેંકવાના ચકચારી બનાવમાં પોલીસે કાવતરાખોર સાદિકા સિંધીની ધરપકડ કરી છે. સાદિકા મુખ્ય આરોપી જુનેદ સિંધીની માતા છે અને સાદિકા અને તેના પુત્ર જુનેદે સાથે રહીને આ કાવતરું કર્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યો છે. સાદિકાનો પતિ સલીમ ફરાર થઇ ગયો છે જેથી પોલીસે વોન્ટેડ આરોપી જાહેર કરી શોધખોળ શરુ કરી છે.













