વડોદરામાં ઘરફોડ ચોરી કરીને તરખાટ મચાવનારી ચામાચીડિયા ગેંગના સાગરીતો ઝડપાયા છે. આ ચામાચિડીયા ગેંગ દિવસે રેકી કરીને રાત્રે મકાનોમા ચોરી કરતી હતી. ચામાચીડિયા ગેંગે માંજલપુર, મકરપુરા વિસ્તારમાં ચોરી કરી હતી અને વડોદરા શહેરની માંજલપુર પોલીસે ગેંગને ઝડપી લીધી છે.


મોડસ ઓપરેન્ડી

આ ગેંગની મોડસ ઓપરેન્ડી જાણવા જેવી છે. મધ્યપ્રદેશની આ ચામાચિડીયા ગેંગ દિવસે રોડ પર ફુગ્ગા વેચતી હતી અને રેકી કરતી હતી. કોઇને ગંધ ના આવે તે માટે તથા શક ના પડે તે માટે ગેંગની મહિલાઓ ફુગ્ગા વેચતી હતી અને પુરુષો રાતે ચડ્ડી બનિયન પહેરીને ચોરી કરતા હતા

પોલીસે ચામાડિડીયા ગેંગના 1 સગીર સહિત 3 લોકોની ધરપકડ કરી

પોલીસે ચામાડિડીયા ગેંગના 1 સગીર સહિત 3 લોકોની ધરપકડ કરી છે જ્યારે ગેંગના અન્ય 3 સાગરીતોને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરુ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે વડોદરામાં ચડ્ડી બનિયનધારી શખ્સો રાત્રીના સમયે અલગ અલગ વિસ્તારમાં ઘરફોડ ચોરી કરતી હોય તેવા સીસી ટીવી ફૂટેજ જાહેર થયા હતા જેનો પોલીસે અભ્યાસ કર્યો હતો અને રાત્રે પેટ્રોલીંગ તથા નાકાબંધ કરી હતી

શખ્સ ખભે સ્કૂલ બેગ ભરાવીને શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યો

નાકાબંધી વખતે શહેરના સુસેન સર્કલ વિસ્તારમાં એક શખ્સ ખભે સ્કૂલ બેગ ભરાવીને શંકાસ્પદ હાલતમાં જોવા મળતા પોલીસે તેને પકડ્યો હતો જેથી પોલીસે તેને રોકીને તપાસ કરતાં બેગમાં ઘરફોડ ચોરી કરવાના સાધનો મળ્યા હતા જેથી પોલીસે તેની કડક પૂછપરછ કરી હતી

 ગેંગ ચામાચિડીયા ગેંગ તરીકે ઓળખાતી હોવાનો ઘટસ્ફોટ

આ શખ્સની પૂછપરછમાં ઘટસ્ફોટ થયો હતો કે તેઓ અને તેના સાથીઓ મધ્યપ્રદેશના ઉજ્જૈનની આસપાસના છે તે ગુજરાતમાં ફૂગ્ગા વેચવા આવતા હતા અને પુરુષો રાત્રે ચડ્ડી બનિયન પહેરીને ફૂગ્ગા ચોરી કરતા હતા પોલીસે તેનો ગુનાહીત ઇતિહાસ ચેક કરતા આ ગેંગ ચામાચિડીયા ગેંગ તરીકે ઓળખાતી હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

ચામાચીડિયા ગેંગ સામે અગાઉ પણ ગુના નોંધાયા છે

ચામાચીડિયા ગેંગ સામે અગાઉ પણ ગુના નોંધાયા છે જેમાં આરોપી પૈકીનો એક દેવરાજ ઉર્ફે દેવા ભુરીયા સોલંકી ઉજ્જૈનમાં પોલીસ પર હુમલો કરવામાં પકડાયેલો હતો પોલીસે આ મામલે એક સગીર તથા દેવરાજ સોલંકી તથા કબીર ઉર્ફે કલ્લુ જશવંત સોલંકીની ધરપકડ કરી હતી. દેવરાજ સામે ચાર ગુના મધ્યપ્રદેશમાં નોંદાયેલા હોવાનું બહાર આવ્યું હતું પોલીસે આ ગેંગના દુર્જન બાબા, રાજપાલ ચંડુલ પારઘી, યોગેશ મંગલ સોલંકીતથા બાલી ઉર્વેશ પવારની શોધખોળ કરી હતી

4 ગુનાનો ભેદ ઉકેલાયો

વોન્ટેડ રહેલા રાજપાલ સામે મધ્યપ્રદેશમાં 7 ગુના નોંધાયા હોવાનું બહાર આવ્યું હતું. આ ગેંગ પકડાતા માંજલપુર તથા મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 4 ગુનાને પોલીસે ડીટેક્ટ કર્યા હતા. આ ગેંગ દિવસે ફૂગ્ગા વેચતી અને અલગ અલગ સોસાયટીમાં જઇને રેકી કરીને બંધ મકાનોને ઓળખી લઇ રાત્રે ચડ્ડિ બનિયન પહેરીને ચોરી કરવા જતી હતી 

  • Follow us on: