મહારાષ્ટના પનવેલ નજીક ભયાનક અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ગુજરાતના એક વ્યક્તિનું મોત થયું છે. લાલબાગચા રાજાના દર્શનાર્થે મુંબઈ જતાં રસ્તામાં કાર આઈશર ટેમ્પામાં ઘૂસી જતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં વાઘોડિયા તાલુકા ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ કેતુલ ભાઈ હિતેશ ભાઈ પટેલનું મોત થયું છે. કારમાં સવાર અન્ય 6 લોકોને ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.


 વાઘોડિયા તાલુકા ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખનો અકસ્માત 

વડોદરા જિલ્લાના વાઘોડિયાના યુવક કેતુલ પટેલનું અકસ્માતમાં મોત થયું છે. કેતુલ હિતેશ ભાઈ પટેલ વાઘોડિયા તાલુકા ભાજપ યુવા મોરચાના ઉપ પ્રમુખ હતા. તેઓ લાલબાગચા રાજાના દર્શનાર્થે મુંબઈ જઈ રહ્યા હતા. તે દરમિયાન રસ્તામાં તેમની કારને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતની જાણ થતા વાઘોડિયામાં શોકની લાગણી છવાઈ છે. અકસ્માત એટલો ભયાનક હતો કે કારના ભૂક્કા બોલી ગયા છે.

કારમાં સવાર અન્ય 6 લોકોને ઈજાગ્રસ્ત

વાઘોડિયા તાલુકા ભાજપ યુવા મોરચાના ઉપ પ્રમુખનું માર્ગ અકસ્માતમાં મોત થયું છે.આ અકસ્માતમાં વાઘોડિયા તાલુકા ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ કેતુલ ભાઈ હિતેશ ભાઈ પટેલનું મોત થયું છે. કારમાં સવાર અન્ય 6 લોકોને ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.


  • Follow us on: