વડોદરા જિલ્લામાં શિક્ષણને શરમમાં નાખતી ઘટના સામે આવી છે. પાદરામાં એક શિક્ષકે દારુ પીને ધમાલ કરી હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. પાદરા તાલુકાના સાધી ગામમાં સ્થિત જવાહર નવોદય વિદ્યાલયમાં એક શિક્ષક દારુ પીને છાકટો બન્યો હતો અને તેણે ધમાલ મચાવી હતી. પોલીસે તેને પકડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસને જાણ થતા પોલીસે કાર્યવાહી હાથ ધરી
વડોદરા જિલ્લાના પાદરામાં કેન્દ્રશાસિત જવાહર નવોદય વિદ્યાલયમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા જાગેશ્વર દશરથજી ચૌરીએ દારુ પીને ધમાલ મચાવી હતી. વિદ્યાલયના આચાર્ય દ્વારા પાદરા પોલીસને જાણ કરતા પોલીસે શિક્ષકની ધરપકડ કરી હતી. પોલીસે પીધેલા શિક્ષકને પોલીસ સ્ટેશનમાં લઈ જઈને કાર્યવાહી હાથ ધરી હતી. આ શિક્ષક મુળ મધ્યપ્રદેશના બડગામનો રહેવાસી છે.













