વડોદરા સેન્ટ્રલ જેલના ખંડણી ખોર પોલીસ કર્મી યાજ્ઞિક અને તેના અરફાન પઠાણની ધરપકડ કરવામાં આવી છે. બંને જણાએ દુબઈથી પરત આવેલા યુવક પાસે ખંડણી માંગી હતી. આ પોલીસ કર્મીએ દુબઈથી આવેલા યુવકને મકરપુરા પાસે કારમાં અટકાવ્યો હતો. બંને જણાએ SOG પોલીસની ઓળખ આપીને ખંડણી માંગી હતી. ત્યાર બાદ યુવકને ધમકી આપી અમદાવાદ CTM લઈ જવાયો હતો. આ યુવકને મેડમ મારશે તેમ કહીને બંને જણાએ 50 લાખ રૂપિયા માંગ્યા હતાં.


વડોદરામાં ખંડણીખોર પોલીસકર્મી ઝડપાયો

વડોદરા સેન્ટ્રલ જેલના પોલીસ કર્મી યાજ્ઞિક અને તેના મિત્ર અરફાન પઠાણે દુબઈથી આવેલા યુવક અને તેની મિત્રને મકરપુરા પાસે રોક્યા હતા. તેમણે પોતે SOG પોલીસ હોવાનું કહીને ત્રણ લોકોએ કારમાં જ તેને આંતરી લીધો હતો. ત્યાર બાદ તેને મેડમ મારશે કહીને ધમકી આપી અમદાવાદ CTM લઈ જવાયો હતો.

ત્રણેય જણાએ યુવક પાસે 50 લાખની ખંડણી માંગી

આ ત્રણેય જણાએ યુવક પાસે 50 લાખની ખંડણી માંગી હતી. ત્યાર બાદ ભરૂચથી તેના ભાઈ પાસેથી સાડા ચાર લાખ રૂપિયા લઈને તેને છોડી મુક્યો હતો. આ ઘટના અંગે ભરૂચના અફાન કાનીએ ફરિયાદ નોંધાવતા સેન્ટ્રલ જેલના હવાલદાર સહિત બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.


  • Follow us on: