વડોદરામાં ડ્રેનેજ લાઇનનું કામ પુરું ન થતાં એક ગંભીર ઘટના બની છે. શહેરમાં પડેલા ખુલ્લા ખાડામાં કલ્પેશ પટેલ નામનો એક યુવક અકસ્માતે ખાબકી ગયો હતો. ઘટનામાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.


12 દિવસથી ખાડો ખુલ્લો હતો

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આ ડ્રેનેજ લાઇનનું ખોદકામ 12 દિવસ પહેલાં કરવામાં આવ્યું હતું, પરંતુ કામ અધૂરું રાખવામાં આવ્યું હતું. ખાડો કોઈપણ પ્રકારની ચેતવણી વગર જ ખુલ્લો મુકી દેવાયો હતો જેથી આ યુવક ખાડામાં ખાબક્યો હતો

પાલિકાની ધીમી કામગીરી સામે ઉગ્ર અસંતોષ

સ્થાનિક રહેવાસીઓએ પાલિકાની બેદરકારી સામે રોષ વ્યક્ત કર્યો છે. તેમનું કહેવું છે કે ખાડા પાસે સુરક્ષા બેરિકેડ્સ મૂકવામાં આવ્યા ન હતા

કામની ગતિ ખૂબ ધીમી છે

આવા ખાડાઓને કારણે લોકોને રોજ જોખમનો સામનો કરવો પડે છે. કોર્પોરેશનના લાપરવાહ કોન્ટ્રાક્ટરો આ રીતે ખાડા ખુલ્લા છોડીને જતા રહેતા હોવાથી લોકોને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.


  • Follow us on: