ડભોઇના ભીલાપુર ગામમાં કૃષિ સહાયના મામલે તલાટી દ્વારા દાદાગીરી કરવાની ફરિયાદો સામે આવી છે. સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે કે, તલાટી સહાયનો દાખલો નથી આપતા.
ખેડૂતોએ કર્યો આક્ષેપ
ખેડૂતોએ આરોપ લગાવ્યો છે કે, સરકારે સહાય જાહેર કરી પણ તલાટી દરેક ગામે વાવેતરનો દાખલો આપતા નથી અને તેઓ સહાય મેળવવા માટે જરૂરી દાખલો નથી મેળવી શકતા.













