વડોદરા શહેરમાં એક PSI એન.એન. ઝવેરીનો કથિત રીતે 75 હજાર રૂપિયાની લાંચની માગ અને લાંચ સ્વીકારતો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોને લઈને પોલીસ કમિશ્નરને તપાસના આદેશ આપ્યા છે. લાંચની તપાસ DCP ઝોન 1 જગદીશ ચાવડાને સોપાઈ છે. આ વીડિયો એક વર્ષ પહેલાનો હોવાનું સામે આવ્યું છે. આરોપી ઈનાયતે જાતે જ પીએસઆઈનું લાંચનું સ્ટીંગ ઓપરેશન કર્યું હતું.
વડોદરામાં લાંચ માંગનાર PSI ઝવેરી સસ્પેન્ડ
વડોદરામાં પીએસઆઈ એન.એન. ઝવેરીનો 75 હજાર રૂપિયાની કથિત રીતે લાંચ માંગતો અને સ્વીકારતો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો એક વર્ષ જૂનો હોવાનું પણ સામે આવ્યુ છે. આ પીએસઆઈ જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતાં ત્યાંથી તેમની પાણીગેટ પોલીસ સ્ટેશન અને ટ્રાફિક શાખામાં ટ્રાન્સફર કરી દેવાઈ હતી. વડોદરા પોલીસ કમિશનર દ્વારા આ વીડિયોને લઈને તપાસ DCP ઝોન 1 જગદીશ ચાવડાને સોપાઈ છે. વીડિયો વાયરલ અને ઓડિયોની ખરાઈ કરવાની કામગીરી પણ સોંપવામાં આવી છે. ગત વર્ષ ઉત્તરાયણના દિવસે ઇનાયત ઇબ્રાહીમભાઈ ખાટકી અને અકબર સહિતના લોકો વચ્ચે મારામારી થઈ હતી. તે સમયે આ પીએસઆઈએ પૈસા માંગ્યા હોવાની ચર્ચાઓ થઈ રહી છે. આરોપી તાજેતરમા જ જેલમાંથી બહાર આવ્યો હતો અને તેણે પોલીસ સામે ગંભીર આક્ષેપો કર્યા હતાં.













