વડોદરામાં પત્ની સાથે આડા સંબંધ હોવાનો વહેમ રાખીને પતિએ એક યુવકની હત્યા કરી નાંખી હતી. આ હત્યા અંગે સાવલી સેશન્સ કોર્ટે આરોપીને આજીવન કેદ અને 30 હજારનો દંડ ફટકાર્યો છે. સમગ્ર બનાવની ફરિયાદ સાવલી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. આ કેસ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો.


પત્ની સાથે આડા સંબંધના વહેમમાં કરી હતી હત્યા

વડોદરાના સાવલીમાં અજય ઠાકરડા નામના યુવકે પત્ની સાથે આડા સંબંધ હોવાનો વહેમ રાખી રાજુ ઠાકરડા નામના યુવક પર કાર ચઢાવી દઈને હત્યા કરી નાંખી હતી. 2021ના વર્ષમાં આરોપી અજય ઠાકરડાએ પોતાના જ ગામમાં રહેતા અશોક ઠાકરડા નામના યુવક સાથે તેની પત્નીને આડા સંબંધો હોવાનો વહેમ રાખીને હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

અજય ઠાકરડાને આજીવન કેદની સજા, 30 હજારનો દંડ

અજય ઠાકરડાએ બનાવના દિવસે સવારે અશોક અને રાજુ ઠાકરડા બાજુના ગામમાં દૂધ ભરાવવા માટે જતા હતાં ત્યારે વસનપુરા રોડ પર કાર ચઢાવીને તેમને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ટૂંકી સારવાર બાદ ઘરે આવેલા રાજુ ઠાકરડાનું મોત નિપજ્યું હતું. જેને લઈને સાવલી પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો. આ કેસ સાવલી કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આરોપી અશોકને આજીવન કેદ અને 30 હજારનો દંડ ફટકાર્યો હતો.


આ પણ વાંચોઃ Gandhinagar news: ધાનજના ખેડૂત પર હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપનાર બે આરોપી ઝડપાયા

  • Follow us on: