વડોદરા મહાનગરપાલિકામાં કાર્યરત ક્લાસ–વન અધિકારીઓ અચાનક માસ સીએલ પર ઉતરતા વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. આ મુદ્દે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડૉ. શીતલ મિસ્ત્રીએ તીવ્ર અસંતોષ વ્યક્ત કર્યો છે.


આ રીતે અચાનક રજા લેવી વ્યાજબી નથી

મિસ્ત્રીએ જણાવ્યું કે, “મીડિયા દ્વારા જાણ થઈ છે કે ક્લાસ–વન અધિકારીઓ માસ સીએલ પર ઉતર્યા છે. આ રીતે અચાનક રજા લેવી વ્યાજબી નથી અને નાગરિકોના કામ પર તેની સીધી અસર પડી શકે છે.”

અધિકારીઓને તરત જ માસ સીએલ રદ કરવા જણાવ્યું

તેમણે વધુમાં કહ્યું કે કમિશનર ફોન ઉપાડતા નથી, મેં કમિશનરને મેસેજ કરી જાણ કરી છે કે અધિકારીઓને તરત જ માસ સીએલ રદ કરવા જણાવવામાં આવે તેમ મિસ્ત્રીએ જણાવ્યું.

કામમાં વિલંબ ન થાય તે માટે તાત્કાલિક પગલાં લેવામાં આવશે

શહેરના નાગરિકો દ્વારા પણ મોટી સંખ્યામાં ફરિયાદો અને કૉલ્સ આવી રહ્યા છે કે તેમના કામ અટકવાની શક્યતા છે. મિસ્ત્રીએ ખાતરી આપી છે કે નાગરિકોના કામમાં વિલંબ ન થાય તે માટે તાત્કાલિક પગલાં લેવામાં આવશે.


આ પણ વાંચો----  Vadodara : સમા વિસ્તારમાં યુવકે 15 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ કરતા ગર્ભવતી, પોલીસ તપાસ શરુ

  • Follow us on: