વડોદરામાં વધી રહેલા ટ્રાફિકનો મુદ્દો સંસદમાં ગાજ્યો હતો. વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોશીએ સંસદમાં ટ્રાફિકનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે માર્ગ અને પરિવહન મંત્રીને ટ્રાફિક અને બ્રિજ અંગે રજૂઆત કરી હતી. વડોદરા મહાનગર પાલિકા અને પોલીસ ટ્રાફિક નિયંત્રણ માટે કામગીરી કરે છે પણ જે રેપીડ એક્શન ટીમ છે તે તાત્કાલિક પહોંચી શકતી નથી. જેથી તેનું કાર્યાલય વડોદરા ખસેડવાની પણ તેમણે માગ કરી હતી.


વડોદરામાં ચાર નેરો બ્રિજના કારણે ટ્રાફિક જામ થાય છે

સંસદમાં વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોશીએ કહ્યું હતું કે, વડોદરામાં ચાર નેરો બ્રિજ છે તેના કારણે ટ્રાફિક જામ થાય છે. આ બ્રિજને કારણે ચારથી પાંચ કલાક સુધી ટ્રાફિક જામ થાય છે. જેના કારણે લોકોનો સમય બગડે છે. મહાનગર પાલિકા અને પોલીસ દ્વારા ટ્રાફિકને નિયંત્રિત કરવાની કામગીરી કરવામાં આવે છે પણ નેશનલ હાઈવેની જે રેપીડ એક્શન ટીમ છે તેનું કાર્યાલય રાજપીપળામાં છે.

રાજપીપળાથી આ ટીમ વડોદરા પહોંચે તો ખૂબ મોડું થાય છે

રાજપીપળાથી આ ટીમ વડોદરા પહોંચે તો ખૂબ મોડું થાય છે. આ બાબતે જિલ્લા સંકલન સમિતી અને ધારાસભ્યોની તપાસમાં આ કારણ બહાર આવ્યું છે. મારી માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીને વિનંતી છે કે, તેઓ રેપીડ એક્શન ટીમનું કાર્યાલય જે રાજપીપળામાં છે તે વડોદરામાં ખસેડવામાં આવે જેના કારણે મધ્ય ગુજરાતનો ટ્રાફિકનો મુદ્દો ઉકેલાય તેમ છે.


આ પણ વાંચોઃ Weather News : ગુજરાતમાં 'પૂર્વ'ના પવનોની અસર, લઘુતમ તાપમાન સામાન્ય કરતાં વધુ, પણ સવારના સમયે ઠંડી વર્તાઈ


  • Follow us on: