વડોદરામાં અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે. દિવાળીના તહેવારોમાં રોડ અકસ્માતના બનાવોમાં સતત વધારો થયો છે. ત્યારે શહેરમાં ગળતેશ્વર બ્રિજ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં બે બાઈક સવાર યુવકોના મોત નિપજ્યાં છે. અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતાં બે બાઈક સવાર યુવકો મોતને ભેટ્યા હતાં. અકસ્માત બાદ વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે વાહન ચાલકને શોધવા ચક્રો ગતિમાન કર્યાં છે.
વડોદરામાં હીટ એન્ડ રનમાં બે યુવકના મોત
પ્રાપ્ત વિગતો પ્રમાણે વડોદરામાં ગળતેશ્વર બ્રિજ પર એક અજાણ્યા વાહન ચાલકે બે બાઈક સવારોને અડફેટે લીધા હતાં. આ અકસ્માતમાં બંને બાઈક સવારોના મોત નિપજ્યા હતાં. અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી ફરાર થયેલા વાહન ચાલકને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.













