વડદોરમાં ચોરીની ઘટનાઓ વધવા લાગી છે. ઘરમાંથી કિમંતી સોનાના દાગીનાની લૂંટ થતી હતી અને હવે તો ઓફિસો પણ સલામત નથી. આજવામાં બિલ્ડરની ઓફિસમાં તસ્કરોએ ધાડ પાડી ડીવીઆર અને લાખોની રોકડ રકમ લઈ ફરાર થઈ ગયા. લાખો રૂયિાની ચોરી થતા બિલ્ડરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. સમગ્ર મામલે પોલીસે ઝડપી કાર્યવાહી કરતાં ચોરી મામલે બે લોકોની ધરપકડ કરી.


બિલ્ડરની ઓફિસમાં ચોરી

મળતી માહિતી મુજબ આજવામાં ન્યુ હેવન એન્કલેવમાં શહેરના નામાંકિત બિલ્ડરની ઓફિસ આવેલી છે. બિલ્ડરની ઓફિસમાં ગઈકાલે રાત્રિના રોજ તસ્કરોએ હાથ સફાઈ કરી અને એક ડીવીઆર સાથે લાખો રૂપિયા ચોરી લીધા. જ્યારે બિલ્ડરને આ ઘટનાની જાણ થતા જ ઝડપી નિર્ણય લીધો અને પાણીગેટ પોલીસમાં ફરિયાદ કરી. પોલીસે ગુનો નોંધી ચોરીને લઈને સઘન તપાસ હાથ ધરી. પોલીસ તપાસમાં બિલ્ડરની ઓફિસમાં થયેલ ચોરીમાં બે કર્મચારીઓની સંડોવણી હોવાનું સામે આવ્યું.

ચોરી મામલે 2ની અટકાયત

પાણીગેટ પોલીસે બિલ્ડરની ઓફિસમાં ચોરી મામલે બે કર્મચારીઓની અટકાયત કરી. જેમાં એકનું નામ બરકત ખાન પઠાણ છે અને બીજો તેનો મિત્ર સલમાન ઘોરી છે. બંને કર્મચારીઓ પાસેથી પોલીસે 5.50 લાખ રોકડા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો. અગાઉ 2 મહિના પહેલા પણ આજવાના નેશનલ હાઈવે પર આવેલ સરકારી કચેરીના સ્ટોરમાં 79 હજારના મુદ્દામાલની ચોરી થઈ હતી. અને વધુ મોટી ચોરી 2019માં આજવા રોડની નવજીવન પોસ્ટ ઓફિસમાંથી દિવાલમાં ફિટ કરેલ તિજોરીની ચોરી થઈ હતી. આ તિજોરીમાં 2.65 લાખ રૂપિયા હતા.

  • Follow us on: