વાંસદાના MLA અનંત પટેલના પત્ની વિરુધ્ધ ગુનો નોંધાયો છે.MLA અનંત પટેલના પત્ની વૈશાલી વિરુધ્ધ ગુનો નોંધાયો છે.કોર્ટ કેસમાં અટવાયેલી જમીન પર MLAના પત્ની સાફસફાઇ કરવા જતા બબાલ થઈ હતી. વૈશાલી પટેલ અને તેમના 4 સાગરીતો સામે ગુનો નોંધાયો છે. ખાનગી જમીનમાં ગેરકાયદે પ્રવેશ સહિત માર માર્યાનો આરોપ છે. પોલીસે વૈશાલી પટેલ સહિત 6 લોકો સામે કાર્યવાહી કરી છે. વૈશાલી પટેલનો ઝઘડો કરતો વીડિયો વાયરલ થયો છે.
અનંત પટેલના પત્ની વિરુધ્ધ ગુનો નોંધાયો
વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની પત્ની વૈશાલી પટેલ વિરુદ્ધ જમીન વિવાદ મામલે ગુનો નોંધાયો છે.કોર્ટ કેસમાં અટવાયેલી જમીન પર સાફસફાઈ કરવા જતા વિવાદ ઉભો થયો હોવાના આક્ષેપો છે.ફરિયાદ મુજબ વૈશાલી પટેલ અને તેમના ચાર સાગરીતો ખાનગી જમીનમાં ગેરકાયદે પ્રવેશ કર્યા અને મારપીટ કરી હોવાનો આરોપ મૂકાયો છે.સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.પોલીસે વૈશાલી પટેલ સહિત કુલ 6 લોકો સામે ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જમીન મુદ્દો કોર્ટમાં પેન્ડિંગ હોવા છતાં સ્થળ પર જઈ કાર્યવાહી કરાઈ હોવાના કારણે મામલો વધુ ગંભીર બન્યો છે.













