વલસાડના વાપીમાં વધુ એક વખત નશીલા પદાર્થોનું ઉત્પાદન કરતી ફેક્ટરી અને ગોડાઉન પર ATS દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતાં. દમણમાં તૈયાર થતું ડ્રગ્સ દેશના વિવિધ રાજ્યોમાં સપ્લાય કરવામાં આવે તે પહેલા જ ATS દ્વારા તેનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. 30 કરોડના તૈયાર ડ્રગ્સ અને 300 કરોડનું રો મટીરીયલ દરોડા દરમિયાન કબજે કરાયું હતું. ATS દ્વારા આ કેસમાં પેરોલ જમ્પ કરીને નશીલા વ્યવસાય સાથે જોડાયેલા એક આરોપીની ધરપકડ કરી હતી. ત્યાર બાદ ATS દ્વારા વધુ બે આરોપીઓને પકડી લેવાયા છે.


વાપીના ડ્રગ્સ કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

ગુજરાત ATS દ્વારા વાપીના ડ્રગ્સ કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. સોનુ ભારદ્વાજ અને નિલેશ પાંડેની ધરપકડ કરી છે. બંને આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માંગવામાં આવ્યા હતાં. કોર્ટે બંને આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ કેસમાં આરોપી મેહુલ ઠાકુર અને વિવેક રાય હજુ પણ ફરાર છે. સમગ્ર કેસમાં ATS દ્વારા તપાસ વધુ તેજ કરવામાં આવી છે. જેમાં બે આરોપીઓને પકડવામાં સફળતા મળી છે. ATS દ્વારા અગાઉ મોહન પાલીવાલ નામના આરોપીની ધરપકડ કરી હતી.

ફરાર થયેલો વધુ એક આરોપી વિવેક રાય કેમિસ્ટ હોવાનું સામે આવ્યું

ગુજરાત ATS અને દમણ પોલીસ તેમજ વલસાડ એસઓજીની મદદથી વાપીના ચલા રોડ પર આવેલ મોહનસિંહ ઠાકુરના બંગલામાં રેડ કરાઈ હતી. આ બંગલામાં ડ્રગ્સનો તૈયાર જથ્થો રાખવામાં આવ્યો હતો. આ જથ્થાને મુંબઈમાં વેચવા માટે આરોપીઓ દ્વારા તૈયારીઓ ચાલી રહી હતી.આ મકાન ડ્રગ્સના ગુનામાં ફરાર મેહૂલ ઠાકુરના ભાઈ મનોજસિંગ ઠાકુરનું હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં ફરાર થયેલો વધુ એક આરોપી વિવેક રાય કેમિસ્ટ હોવાનું સામે આવ્યું છે. વિવેક રાયની મદદથી આરોપીઓ એમડી ડ્રગ્સ તૈયાર કરીને વેચવાની વેતરણમાં હતાં.


  • Follow us on: