વલસાડમાં ટ્રાન્સપોર્ટરે તેના જ ટ્રક ચાલક વિરુદ્ધ આક્ષેપ કર્યા છે અને કહ્યું હતુ કે મને પિસ્તોલ બતાવીને પાંચ લાખ રૂપિયાની ખંડણી માગી હતી, પોલીસે પૈસાની માગ કરનાર ટ્રક ચાલકને ઝડપી પાડ્યો છે અને જેલ હવાલે કર્યો છે.


ટ્રાન્સપોર્ટરને પિસ્તોલનો ધાક બતાવી 5 લાખની માંગણી કરતો ટ્રક ચાલક ઝડપાયો

ટ્રાન્સપોર્ટર દિપક તરસેમલાલ શર્માએ તેના જ ટ્રક ચાલક વિક્રમસિંહ બલવીરસિંહ ઉપર આક્ષેપ લગાવ્યા હતા અને ડુંગરી પોલીસને ફરિયાદ કરી હતી કે તેમના ટ્રકના ડ્રાઈવરે તેમને પિસ્તોલ બતાવીને ખંડણી માગી છે, જે ગંભીર બાબતે પોલીસને જાણ કરતા ડુંગરી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને ઝડપી પાડ્યો છે. ટ્રક ચાલકે ટ્રાન્સપોર્ટર દિપક શર્માની છાતી પર પિસ્તોલ મૂકી ₹5 લાખની માંગણી કરી ધમકાવ્યો હતો.

ડુંગરી પોલીસે ટ્રક ચાલકની કરી ધરપકડ

તો ટ્રાન્સપોર્ટનું કહેવું છે કે, તેમણે એક કંપનીમાથી ઓઈલના ડ્રમ લઈ જવાની વાત ટ્રક ચાલકને કરી હતી અને તેને લઈ સંપર્ક કર્યો હતો, તો ડુંગરીના રોલા ગામેથી ટ્રક ચાલક પસાર થઈ રહ્યો હતો ત્યારે તેણે ટ્રાન્સપોર્ટરને છાતી પર પિસ્તલ મૂકી રૂપિયા માંગ્યા હોવાની વાત સામે આવી તો ટ્રાન્સપોર્ટરે તેને સમજાવીને એક હોટલ પર ઉભા રહેવા કહ્યું અને વાતચીત કરી હતી તે દરમિયાન ફરિયાદીએ પોલીસનો સંપર્ક કર્યો હતો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, પોલીસને આરોપી પાસેથી પોલીસને એક લોડેડ પિસ્તોલ અને 6 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. 

  • Follow us on: