વલસાડમાં કિશોરીને તેના સાવકા પિતાએ જ પીંખી નાખી હોવાની વાત સામે આવી છે, બાળકીને દવાખાને લઈ ગયેલા નરાધમના મનમાં વાસનાનો કીડો સળવળ્યો હતો અને બાળકીની બૂમ સાંભળી ત્યાં પહોંચેલા લોકોએ પોલીસ અને એમ્બ્યુલન્સ બોલાવી પોલીસે નરાધમ સાવકા પિતાની ધરપકડ કરી છે.
સ્થાનિકોએ પોલીસ બોલાવી પિતાની કરાવી ધરપકડ
વલસાડ જીઆરપી પોલીસ મથકના વિસ્તારમાં રહેતી શ્રમજીવી પરિવારની 10 વર્ષીય બાળકીને પેટમાં દુખાવો ઉપડતા બાળકીની માતાએ તેણીના બીજા પતિને બાળકીને સારવાર માટે દવાખાને લઈ જવા જણાવ્યું હતું. આ દરમિયાન વાસના લોલૂપ નરાધમ અબુધ બાળકી અને તેની સાવકી પુત્રીને એક અવાવરું જગ્યાએ લઇ જઈ અબુધ બાળકી સાથે દુષ્કર્મ કર્યું બાળકી બુમાબુમ કરતા નજીક માથી લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલીક લોકોએ પોલીસને બોલાવી નરાધમ સાવકા પિતાને પોલીસ હવાલે કર્યો હતો.
Also Read
Valsad Heavy rain: માન નદી પર લો લેવલનો કોઝવે પાણીમાં ગરકાવ, લોકો જીવના જોખમે કોઝવે પસાર કરવા મજબૂર
Valsadમાં શાળાએથી પરત ફરતી 3 વિદ્યાર્થિનીઓ પર વૃક્ષ ધરાશાયી થતાં એક વિદ્યાર્થિનીનું ઘટનાસ્થળે મોત, બે વિદ્યાર્થિનીઓ ઈજાગ્રસ્ત
Valsad જિલ્લાના વાપીમાં ધોધમાર વરસાદને પગલે અંડરપાસમાં પાણી ભરાતા લોકોને હાલાકી, જુઓ Video
એક જર્જરિત અને અવાવરું મકાનમાં લઈ ગયો અને સાવકા પિતાએ દુષ્કર્મ આચર્યુ
વલસાડના રેલવે યાર્ડ વિસ્તારમાં અંદાજિત 32 વર્ષની એક શ્રમજીવી મહિલા નજીકના વિસ્તારમાં રહેતા 38 વર્ષીય શ્રમજીવી ઈસમ સાથે લિવ ઈન રિલેશનમાં રહે છે. શ્રમજીવી મહિલાને તેના પહેલા પતિ સાથે કોઈક બાબતે ખટરાગ સર્જાયો હતો. જે બાદ શ્રમજીવી મહિલા તેણીના પતિ થકી જન્મેલી પુત્રીને લઈને અન્ય એક શ્રમજીવી યુવાન સાથે રહેવા માંડી હતી. ગતરોજ 10 વર્ષીય પુત્રીને પેટમાં દુખાવો ઉપડતા, શ્રમજીવી મહિલાએ તેણીના બીજા પતિને પુત્રીને સારવાર માટે દવાખાને લઈ જવા જણાવ્યું હતું. જે બાદ નરાધમ તેની સાવકી પુત્રીએ દવાખાને લઈ ગયા બાદ પરત આવવા નીકળ્યો હતો. દરમિયાન તેના મનમાં વાસનાનો કીડો સળવળ્યો હતો. તેથી તે તેની 10 વર્ષીય સાવકી પુત્રીને રેલવે યાર્ડ વિસ્તારમાં આવેલા એક જર્જરિત અને અવાવરું મકાનમાં લઈ ગયો હતો.
બાળકીએ બૂમાબૂમ કરતા લોકો ભેગા થઈ ગયા
આ દરમિયાન બાળકીએ બૂમાબૂમ કરતા જગ્યા પાસેથી પસાર થઈ રહેલા નાગરિકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જે બાદ હકીકત જાણી લોકોએ તરત જી.આર.પી. પોલીસ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. સાવકા પિતાની હેવાનિયતનો ભોગ બનેલી બાળકીને સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ઘટના બાબતની જાણ થતાં જ જી.આર.પી.પી.આઈ. એમ.બી. વસાવા સહિતની ટીમે ઘટનાસ્થળે દોડી જઈ નરાધમ સાવકા પિતાને ઝડપી પાડયો હતો. જે બાબતે ભોગ બનનાર બાળકીની માતાએ તેણીના પતિ સામે વલસાડ જીઆરપી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. બનાવની જાણ થતાં નગરમાં નરાધમ પર ચોમેરથી ફીટકાર વરસી રહ્યો છે.










